Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

૧૫ મી ઓગસ્ટે મુખ્યમંત્રી ગ્રેડ પે જાહેર કરે તે પહેલા રાજકારણ ગરમાયું

ગ્રેડ પે નહિ આપે તેવા પ્રચાર વિપક્ષો દ્વારા શરૃઃ પોલીસ તંત્ર ખોટા ભ્રમમાં ન રહે સો ટકા ગ્રેડ પે મળશે તેવું છાતી ઠોકી કહેવામાં આવ્યું

રાજકોટ, તા. ૧૧  પોલીસ તંત્રના ગ્રેડ પે અંતર્ગત જે નારાજી હતી તે નારાજગી મુખ્ય મંત્રીના ધ્યાને આવતા તેઓ દ્વારા હકારાત્મક વલણ દાખવી આગામી ૧૫ મી ઓગસ્ટના જાહેરાત કરવાનુ જાહેર કર્યા બાદ કેટલાક રાજકીય પક્ષો દ્વારા આ બધી  ચૂંટણી સંદર્ભ વાતો કરવામાં આવી રહ્યાનું બહાર આવતા રાજ્ય સરકાર ચોકી ઉઠી છે.                         

દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આવા પ્રયાસ સરકારને બદનામ કરવા માટે હોય કોઈ ભ્રામક પ્રચારમાં ન આવવા અપીલ કરતા ભારે ગરમાવો જાગ્યો છે, આઇબી દ્વારા સતત બાજ નજર રાખી ભ્રામક પ્રચાર અંગે વિગતો મેળવવામાં આવી રહી છે.(

(4:34 pm IST)