Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જમવાના પાર્સલના પૈસા બાબતે રેસ્ટોરન્ટ સંચાલક પર પ્રિતેશનો સોડા બોટલથી હુમલો

લોધાવાડ ચોક સાધના રેસ્ટોરન્ટમાં બનાવઃ કમલેશભાઇ કક્કડની ફરીયાદ

રાજકોટ, તા.૧૧: ગોંડલ રોડ પર લોધાવાડ ચોકમાં આવેલ સાધના રેસ્ટોરન્ટમાં સંચાલક સાથે જમવાના પાર્સલના પૈસા આપવા બાબતે એક શખ્સે 'રાત્રે ધંધો કરવો છે? તુ દુકાનમાંથી બહાર નીકળ એટલે તને અને તારા ભાઇને પુરો કરી નાખીશ' ધમકી આપી ઝઘડો કરી માર મારી સોડા બોટલનો ઘા કરી ઇજા કરી જાનથી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મીલપરા શેરી નં.૨૧માં રહેતા કમલેશભાઇ પ્રતાપભાઇ કક્કડ (ઉ.વ.૩૫)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં મવડીપ્લોટ મારૃતીનગર પાછળ બ્લોક નં.૫૦માં રહેતો પ્રિતેશ અલ્પેશભાઇ કોટેચા સામે ફરીયાદ નોંધાવી છે. કમલેશભાઇએ ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ગોંડલ રોડ લોધાવડ ચોક પાસે સાધના રેસ્ટોરન્ટ ચલાવે છે. રાત્રે પોતે તથા નાનાભાઇ વિક્રમભાઇ અને હિરેનભાઇ ત્રણેય ભાઇઓ રેસ્ટોરન્ટમાં હતા ત્યારે ત્રણ વ્યકિત જમવાનું પાર્સલ લેવા માટે આવ્યા હતા તે લોકો અવાર-નવાર પાર્સલ લેવા માટે આવતા હોઇ, જેથી પોતે પ્રિતેશ અલ્પેશભાઇ કોટેચા, રાહુલ મકવાણા ઓળખે છે આ લોકો જમવાનું પાર્સલ બંધાવી પોતાના નાનાભાઇ વિક્રમ સાથે પૈસા બાબતે પ્રિતેશ કોટેચા ગાળો આપવા લાગ્યો હતો અને 'રાત્રે ધંધો કરવો છે? તુ દુકાનમાંથી બહાર નીકળ એટલે તને હુ તથા તારા ભાઇ વિક્રમને પુરો કરી નાખીશ અને જીવતો નહી છોડુ' તેમ બુમ બરાડા પાડી ગાળો દેવા લાગેલ બાદ પોતે પ્રિતેશને સમજાવવા જતા તેમજ ભાઇ વિક્રમ પણ તેને સમજાવવા જતા પ્રિતેશ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને તેણે કાચની બોટલનો ઘા કરતા પોતાને માથાના ભાગે ઇજા થઇ હતી. અને પ્રિતેશ કહેવા લાગેલ કે આ કાચની બોટલ તારા પેટમાં મારી દઉ તો તારૃ મર્ડર કરી નાખુ તેમ ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે કમલેશભાઇ કક્કડની ફરીયાદ પરથી પ્રિતેશ કોટેચા સામે ગુનો દાખલ કરી એ.એસ.આઇ. આર.આર.સોલંકીએ તપાસ હાથ ધરી છે.(

(4:46 pm IST)