Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભારતની મુખ્‍ય ભૂમિથી દુર દરિયા વચ્‍ચે સ્‍થાપત્‍ય કળા અને ભવ્‍ય બાંધણીના ઉત્તમ નમુના રૂપ તામીલનાડુના રામેશ્વર ટાપુ ઉપર આવેલ રામનાથ સ્‍વામિ જ્‍યોર્તિલિંગની અનેરી ઝલક : તખુભા રાઠોડ

ભારતની મુખ્‍ય ભૂમિથી દુર દરિયા વચ્‍ચે સ્‍થાપત્‍ય કળા અને ભવ્‍ય બાંધણીના ઉત્તમ નમુના રૂપ તામીલનાડુના રામેશ્વર ટાપુ ઉપર આવેલ રામનાથ સ્‍વામિ જ્‍યોર્તિલિંગની અનેરી ઝલક : તખુભા રાઠોડ:જનજાગૃતિ અભિયાન મંચ : સમગ્ર દેશના વિવિધ રાજયોમાં શિવના બાર જયોર્તિલિંગ સ્‍થપાયેલ છે તે પૈકી તામીલનાડુના રામેશ્‍વર ખાતે : ૧રમી સદીમાં સ્‍થપાયેલ છે જે અતિ ભવ્‍ય અને દિવ્‍ય છે : આ શીવધામ ૧પ એકરમાં પથરાયેલ છે : ધાર્મિક ઈતિહાસ મુજબ રામેશ્‍વરમાં બે શીવલીંગ શ્રી રામ હસ્‍તક સ્‍થપાયેલ છે જેમાં શ્રી હનુમાનજીએ લાવેલ શિવલીંગની પ્રથમ પુજા થાય છે અને તેનું નામ:વિશ્‍વલિંગમ શિવલીંગ છે : ભારતના અતિ લોકપ્રિય પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી ડો. અબ્‍દુલ જે. કલામનું મુળ નિવાસ સ્‍થાન રામેશ્‍વરમગામમાં આવેલ છે : જે હાલ મ્‍યુઝીયમના રૂપે પ્રજા માટે ખુલ્લું છે:આ મંદિરમાં પૂર્વ અને પશ્‍ચિમ એમ બે ગોપુરમ (ઘ્‍વાર) આવેલ છે અને મંદિર ૧૭૩ ફુટ ઉચું છે તેની પરસાળ અતિ ભવ્‍ય અને સુંદર છે રેકોર્ડ સર્જક કુલ ૧ર૧ર થાંભલાના ટેકા વડે ઉભી છે આ પરસાળ ૩૦ ફુટ ઉંચી અને ૧૭ થી ર૧ ફુટ જેટલી પહોળી છે

જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ ભોળાનાથ દેવાધીદેવને પુજન અર્ચના કરવાના પવિત્ર શ્રાવણ માસે વાંચકોને શિવના દેશની ચારે દિશામાં વિવિધ રાજયોમાં આવેલ બાર જયોતિલિંગ પૈકીનું દેશની મુખ્‍ય ભુમિથી અતિ દુર દરિયાના કિનારે આવેલ તામિલ નાડુના  રામેશ્‍વરમ ટાપુ ઉપર આવેલ અતિભવ્‍ય અને દિવ્‍ય રામનાથ સ્‍વામી જયોતિલિંગ અંગે સંકલીત માહિતિ આપતા જણાવે છે

ભારતની ધાર્મિક સંસ્‍કૃતિ અતિ પ્રાચીન અને ભવ્‍યને દિવ્‍ય છે આપણો સનાતન હિન્‍દુ ધર્મ સદીઓથી અનેક વિર્ધમી આક્રમણ વચ્‍ચે ટકેલ છે આ સૃષ્‍ટીના સર્જનહાર બ્રહમા વિશ્‍ણુ અને શિવ આપણા સનાતન ધર્મના મુખ્‍ય આરાઘ્‍ય દેવ ગણાય છે અને તેની સમગ્ર દેશમાં વિવિધ જ્ઞાતિની પ્રજા વિવિધ નામે અને અલગ અલગ રીતે ખુબ જ ભાવ પ્રેમપૂર્વક પુજા અર્ચન કરે છે.

વર્ષના બાર માસમાં પવિત્ર શ્રાવણ માસે સમગ્ર દેશની પ્રજા ખુબ જ ભાવપૂર્વક દિવસ રાત શિવ શંભુ ભોળાનાથની ભકિત પુજા કરે છે સમગ્ર ભારતમાં શિવજી ના બાર જયોતિલિંગ આવેલ છે (૧) સોમનાથ- સૌરાષ્‍ટ્ર (ર) મલ્લિકાર્જુન (આધ્રપ્રદેશ) (૩) મહાકાલેશ્‍વર ( મઘ્‍યપ્રદેશ) (૪) ઓમકારેશ્‍વર (મઘ્‍યપ્રદેશ ઈન્‍દોર) (પ) કેદારનાથ (ઉતરાખંડ) (૬) ભીમાશંકર ( મહારાષ્‍ટ્ર) (૭) કાશી વિશ્‍વનાથ ( ઉતર પ્રદેશ) (૮) વૈધનાથ (મહારાષ્‍ટ્ર) (૯) ત્રંબકેશ્‍વર (મહારાષ્‍ટ્ર- ગોદાવરી નદી કાંઠે) (૧૦) નાગેશ્‍વર (ગુજરાત) (૧૧) ધષ્‍ણેશ્‍વર (મહારાષ્‍ટ્ર) આ પૈકીનું ભુમીથી ખુબ જ દુર દરીયા કીનારે દક્ષીણમાં તામીલનાડુમાં આવેલ એક જયોતિલિંગ જે રામેશ્‍વરમ ટાપુ ઉપર છે મુખ્‍ય મંદિર નું પુરૂ નામ અરૂલમિગુ રામનાથ સ્‍વામિ મંદિર છે પણ આ જયોતિલિંગ દેશની પ્રજા ટુંકમાં રામનાથ સ્‍વામિ જયોતિલિંગ તરીકે ઓળખાય છે. આ સિવાય ભારતમાં સનાતન હિન્‍દુ ધર્મની ૧ર પ્રધાન દેવપીઠ આવેલ છે ભાવિકો માટે ધર્મયાત્રા માટે ઉતમ સ્‍થાન ગણાય છે.

૧.   કામાક્ષી ( કાંજીવરમ- તામિલનાડું ) (ર) ભ્રમરાંબા ( શ્રી શૈલ- આંધ્રપ્રદેશ)

(૩) કન્‍યાકુમારી ( તામિલનાડું ) (૪) અંબાજી ( ઉતર ગુજરાત) (પ) મહાલક્ષ્મી ( કોલ્‍હાપુર- મહારાષ્‍ટ્ર) (૬) મહાકાલી ( ઉજજૈજ ( મઘ્‍યપ્રદેશ ) (૭) લલિતા ( પ્રયાગરાજ- ઉતર પ્રદેશ ) (૮) વિંઘ્‍યવાસિનિ ( વિઘ્‍યાચલ- ઉતરપ્રદેશ) (૯) વિશાલાક્ષી ( કાશી, ઉતપ્રદેશ ) (૧૦) મંગલાવતી ( ગંગા- બિહાર) (૧૧) સુંદરી (અગસ્‍તલ ત્રિપુરા) (૧ર) ગૃહેશ્‍વરી ( ખટમંડુ - નેપાલ)

દક્ષિણ ભારતમાં આવેલ લગભગ તમામ મંદિરો તેમની સ્‍થાપત્‍ય કળા અને લાજવાબ બાંધણી માટે દેશ- વિદેશમાં ખુબ જ પ્રખ્‍યાત છે.

રામનાથ સ્‍વામિ જયોતિલિંગનું અતિ ભવ્‍ય મંદિર પંદર એકરમાં પથરાયેલ છે અને ધર્મ શાસ્‍ત્રોના મને આ જયોતિલિંગ ૧ર મી સદીમાં બંધાયું છે અને સમયાંતરે તેમાં સતત સુધારા વધારા થતા આવેલ છે અને થાય છે અંદાજે પ૦,૦૦૦ ની જન સંખ્‍યા ધરાવતા રામેશ્‍વરમ ગામની પ્રજા માટે આ શીવધામ આજીવીકામાં મુખ્‍ય સ્‍ત્રોત છે ધાર્મિક પુરાન કથા મુજબ શ્રીરામ વાનરોની વિશાળ સેના લઈ સીતામાતાને મુકત કરાવવા રામેશ્‍વરમ નજીકના ધનુષ્‍ય કોડીથી પથ્‍થરોના પુલ બનાવી રાવણની લંકા ઉપર આક્રમણ કરેલ ત્‍યારબાદ ની કથા ખુબ જ જાણીતી છે.

રાવણ અને તેની સમગ્ર સેનાને પરાજીત કરી રાવણનો વધ કરી શ્રી રામ સીતા માતાને મુકત કરી પરત અયોઘ્‍યા ફરતા વળતા પ્રવાસે શ્રી રામ-

સીતામાતા અને શ્રી હનુમાનજી સહીતનું લશ્‍કર રામેશ્‍વરમ ખાતે રોકાણ કરેલ  આ સમયે શ્રી રામ અને માતા સીતાને અહેસાસ થાય છે કે રાવણ બ્રાહમણ હતો અને તેનો વધ કરવાથી પોતાને બ્રહમ હત્‍યાનું પાપ લાગેલ છે જેથી તેના પ્રાશ્‍ચિત માટે શિવજીની ઉપાસના કરવાનો સંકલ્‍પ કરેલ તે શીવલીંગની સ્‍થાપના વિના મહાદેવની ઉપાસના શકય નથી એટલે શ્રી રામે હનુમાનજીને શીવલીંગ લેવા માટે કૈલાસ પર્વત મોકલે છે શીવલીંગ નીર્ધારીત સમય સુધી શ્રી હનુમાનજી લઈને પરત ન આવતા મર્હુત સાચવવા સીતા માતા સમુદ્રની રેતીમાંથી શિવલીંગ બનાવે છે. અને પુજાનો પ્રારંભ કરેલને શ્રી હનુમાનજી શીવલીંગ લઈ આવી પહોચે છે અને રેતીના શીવલીંગની પુજા થતી જોઈ શ્રી હનુમાનજી ખુબ જ નીરાશ થાય છે પોતાના પરમ ભકત શ્રી હનુમાનજીને નીરાશ અને ગુસ્‍સાને શાંત કરવા શ્રી રામે રેતીના શીવલીંગ પાસે જ શ્રી હનુમાનજી લાવેલ પથ્‍થરના શીવલીંગની સ્‍થાપના કરી બંને શીવલીંગ સમક્ષ પુજા- અર્ચના કરવા નીર્ણય કરે છે જેથી હનુમાનજી જે શીવલીંગ લાવેલ તે શીવલીંગ વિશ્‍વલિંગમ તરીકે અને સીતા માતાજી રેતીનું સ્‍થાપેલ શીવલીંગ શ્રી રામ શીવલીંગ તરીકે આુેળખાય છે આજપણ રામેશ્‍વરમના મુખ્‍ય મંદિરમાં પ્રથમ પુજા શ્રી હનુમાનજી લાવેલ શીવલીંગ ( વિશ્‍વ લિંગમ)ની થાય છે

આ મંદિરનો મુખ્‍ય દરવાજો પૂર્વીય ગાયુષ્‍યનો મંદિરમાં પૂર્વ અને પશ્‍ચિમ એમ બે ગોપુરમ આવેલ છે જે નવા બાંધકામ છે આ મંદિરનું પૂર્વીય ગોપુરમ ૧૭૩ ફુટ ઉંચુ છે જેથી ખુબ જ દુરથી પણ દેખાય છે આ સમગ્ર મંદિરની પરસાળ ખુબ જ સુંદર અને ભવ્‍ય છે જે ૧ર૧ર થાંભલાઓનો ટેકાથી રચાયેલ છે અને આ પરસાળ ૩૦ ફુટ ઉચી અને ૧૩ થી ર૧ ફુટ જેટલી પહોળી છે જે સમગ્ર દેશના અન્‍ય કોઈ મંદીરમાં આટલી વિશાળ પરસાળ

નથી ધાર્મિક ગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે આ શીવલીંગની ૧ર મી સદી સુધી અંક ઝુંપડીમાં સાધુઓની દેખરેખ નીચે પુજા પાઠને જાળવણી થતી પછીના સમયે શ્રી લંકાના રાજવી પરાક્રમે બાહુ આ શીવલીંગની આસપાસ ગર્ભગૃહનું નીર્માણ કરાવેલ છે. અને હાલનું આ ભવ્‍ય જાજરમાન સ્‍થાપત્‍ય વાળા મંદિરનું બાંધકામ અદાજે ૧૪ મી સદીમાં રાજા ઉદયન શંભુપતિ મારફત થયેલ છે આજે રામનાથ સ્‍વામિ મંદિરમાં કુલ રર તીર્થો આવેલ છે જેમાં કુવા હવન ખંડ આ મંદીરથી અંદાજે ર૦૦ મીટર જ દરીયો દુર છે. આ દરીયો ખુબ જ શાંત છે અને એવું કહેવાય છે શ્રી રામે આ દરીયાને શાંત કરી દીધેલ જેથી શ્રઘ્‍ઘાળુ આ અગ્નિ તીર્થના દરીયામાં સ્‍નાન કરે છે પુજા માટે આવેલ ભકતોને અહીં ગર્ભ ગૃહમાં પ્રવેશની મનાઈ છે જેથી પુજારી મારફત જ પુજા વિધિ થાય છે.

રામનાથ સ્‍વામીના અતિ વિશાળ મંદિરમાં અનેક મંદીરો છે વિષ્‍ણુ મંદિર ગણપતી મંદિર મહાલક્ષ્મી મંદિર નટરાજ મંદીર, હનુમાન મંદીર, વગેરેના દર્શન થાય છે રામેશ્‍વરમ ગામની આસપાસ કુલ ૩૧ તીર્થો આવેલ છે જેથી આ સ્‍થાન હિન્‍દુસ્‍તાનના ચાર ધામનું એક જણાવ છે

અહી આવેલ જોવા જેવા મંદીરોનો ટુંકો ઈતિહાસ આ પ્રમાણે છે. વિભીષણ તીર્થમાં આ મંદીર શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ અને હનુમાનજીને અર્પીત છે કહેવાય છે કે રાવણના ભાઈ વિભીષણ આ જગ્‍યામાં શ્રી રામનું શરણ લીધેલું.

અહીથી ૭પ કી.મી. દુર અહી ત્રણ મંદિર પ્રખ્‍યાત છે ઉથીરા, કોશમંગાઈ, શીવ મંદિર તીરૂપલ્લાની અને નવગ્રહ મંદીર અને ભગવાન વિષ્‍ણુનું મંદીર ધનુષ્‍ય કોડી તીર્થ જે ૧૮ કી.મી. ના અંતરે આવેલ છે આ સ્‍થળ સમુદ્ર પ્રોજેકટના કારણે જેથી ખુબ જ પ્રસિઘ્‍ધ થયેલ આ પવિત્ર સ્‍થળે શ્રી રામે રાવણની હત્‍યા બાદ પાપ માંથી મુકત થવા સ્‍નાન કરેલ એવી ધાર્મીક લોકવાયકા

છે આ સ્‍થળનું મહાત્‍મ્‍ય ખુબ જ છે આ સ્‍થળથી ભાડુતની જમીન હદ પુરી થાય છે.

જટાયુતીર્થ ધનુષ્‍ય કોડીથી પસ્‍ત આપતા આ ધાર્મિક સ્‍થળ રસ્‍તામાં આવે છે પક્ષીઓના રાજા જટાયુએ સીતા માતાને રાવણના હાથમાંથી મુકત કરાવવા યુઘ્‍ધ કરેલ અને પક્ષી રાજા જટાયુએ જીવ ગુમાવેલ.

ંભારતના અતિ લોકપ્રિય અને સન્‍માનીય પૂર્વ રાષ્‍ટ્રપતિ એ.પી. જે. અબ્‍દુલ કલામનું નિવાસ સ્‍થાન પણ રામેશ્‍વર ગામમાં છે હાલમાં મકાનમાં એ કલામની જીવનયાત્રા દર્શાવતું મ્‍યુઝીયમ છે.(૨૧.૪૦)

: સંકલન :

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:58 pm IST)