Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વેરાવળથી ઓખા સુધી ડબલ ટ્રેક કરો

રાજકોટ, તા. ૧૧ : વેરાવળ સોમનાથથી ઓખા પોર્ટ સુધી રેલ્‍વે દ્વારા ડબલ ટ્રેક કરવામાં આવે, રેલ્‍વેનું સંપૂર્ણ સંચાલન રેલ્‍વેના કાયમી કર્મચારી દ્વારાજ હંમેશા કરવામાં આવે, રેલ્‍વેના એકપણ ખાતાનું ખાનગીકરણ નહી કરવા તમામ ડીપાર્ટમેન્‍ટમાં દર છ મહિને નવી ભરતી કરવા તમામ કચેરી, તમામ રેલ્‍વે સ્‍ટેશનમાં સલર રૂકટોપ લગાડવા, ફાજલ જમીનમાં નિવૃત્તોની મદદથી સ્‍વૈચ્‍છીક ઓર્ગેનીક શાકભાજી ઉગાડવા, તમામ કન્‍સેશન તમામ ટ્રેનમાં તમામ વર્ગમાં આપવાનું શરૂ કરવા તમામ લોકલ ટ્રેક ચાલુ કરી લોકલનું જુનુ ભાડુ લેવાનું શરૂ કરવા, લાખાજીરાજ સ્‍ટેશન ફરી કાર્યરત કરવા રેલ્‍વે વર્ષમાં આઠ વખત ઓપન હાઉસ, ત્રણ વખત રેલ્‍વે અદાલતનું આયોજન સીધુ જનતા સાથે કરવા, તેની માહિતી અખબારોને આપવા તમામ પ્રશ્નો, સુચનો ફરીયાદ, મંત્રવ્‍યની નોંધ લેવા, નંબર આપવા ર૪ કલાક ટોલ ફ્રી સેવા શરૂ કરવા ડી.આર.એમ.ને ધર્મેશભાઇ ચારોલાએ પત્ર લખી સજેસનો કાર્ય છે.

(5:03 pm IST)