Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સગીરા ઉપર બળાત્‍કારના ચકચારી કેસમાં આરોપીની રેગ્‍યુલર જામીન અરજી રદ/ નામંજુર

રાજકોટઃ બનાવની હકીકત એવી છે કે તા.૨૦/૭/૨૦૨૨ના રોજ આ કામમાં ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી ઉપર બળાત્‍કાર થયાની ફરિયાદ એ-ડીવી પો-સ્‍ટે ખાતે આ કામના આરોપી હનીક બાલીદભાઇ આરબ વિરૂધ્‍ધ નોંધાવેલી હતી બનાવની હકીકત જોતા સદર હું બનાવ તા.૧૯/૭/૨૦૨૨ના કલાક ૨૨.૦૦ વાગ્‍યાથી તા. ૨૦/૭/૨૦૨૨ના કલાક ૩.૦૦ વાગ્‍યા ના અરસામાં રાજકોટ શહેરના હોસ્‍પીટલ ચોક પાસેથી લોટરી બજાર પુલ નીચે જયુબેલી ચોક પાસે બનવા પામેલ હતો.

જેમાં ફરિયાદી અને સાહેદો દેવીપુજક જ્ઞાતીના ખૂબ જ ગરીબ વર્ગના માણસો હોય અને બનાવના અરસામાં ભોગ બનનારનો નાનોભાઇ બીમાર હોય જેથી તેને સિવિલ હોસ્‍પિટલનમાં દાખલ કરવામાં આવેલ હતો જેથી ભોગ બનનાર તથા તેનો પરિવાર સિવિલ હોસ્‍પીટલ કમ્‍પાઉન્‍ડમાં જ રહેતો હોય રાત્રીનો સમય થઇ જતા તેમજ ફરી યાદી તેના પુત્રની સારવારમાં થયેલ હોય. ભોગ બનનાર તેના બે નાના ભાઇઓ સાથે લોટરી બજાર પુલ નીચે ઉભી હતી ત્‍યારે અરજદાર/ આરોપી ત્‍યાં તેનું મો.સા.લઇ નીકળતા અને ભોગ બનનારને નાના બાળકો સાથે એકલી ઉભી જોતા તેની દાનત બગડેલી અને તેણીને પૈસાની લાલચ આપી પ્રથમ ભોગ બનનાર તથા તેના બે નાનાભાઇઓને પોતાના મો.સા. પર બેસાડી રેસકોર્ષ લઇ ગયેલ અને ત્‍યાંથી પરતઆની ભોગ બનનારના બે નાનાભાઇઓને હોસ્‍પિટલ ચોકમાં ઉતારી ભોગ બનનારને પૈસાની લાલચ આપી, લલચાવી, ફોસલાવી ગ્રીનલેન્‍ડ ચોકડી લઇ ગયેલ અને ત્‍યાંથી રાજકોટથી ચોટીલા સ્‍લીપર કોચ બસમાં લઇ ગયેલા અને સ્‍લીપર કોચ બસમાં ઉપરના સોફામાં રાત્રીના સમયે પોતે ભોગ બનનાર સાથે સુતેલા અને તે દરમ્‍યાન ભોગ બનનાર ઇચ્‍છા વિરૂધ્‍ધ તેણીની સાથે એકવાર શરીર સંબંધ બાંધી બળાત્‍કાર કરી ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કરેલ અને ત્‍યારબાદ રસ્‍તામાં ભોગ બનનારની તબીયત બરાબર નથી તેઓએ રાજકોટ જવું પડશે તેવું કરી બસ ઉભી રખાવી તેમાંથી ઉતરી ગયેલા અને ત્‍યારબાદ અન્‍ય વાહનમાં ભોગ બનનારએ પરત લાવી ગ્રીનલેન્‍ડ ચોકડી ઉતારી ત્‍યાંથી તેનું મો.સા.લઇ ભોગ બનનારને સિવિલ હોસ્‍પીટલ ઉતારી જતા રહેલા.

 સદર હું કેસમાં સરકાર તરફે સરકારી વકીલશ્રી પરાગ એન.શાહ હાજર રહેલાઅને તેમને પોલીસ પેપર્સ, મેડીકલ પેપર્સ, સોંગદનામું વિગેરે રજુ રાખેલા અને એ રીતની દલીલો કરેલ કે ભોગ બનનારની ઉંમર ૧૪થી ૧૬ વર્ષની છે. સદર હું તેમના અરજદાર આરોપી તેને લાલચ આપી લલાચાવી, ફોસલાવી બસમાં સ્‍લીપર કોચમાં ભોગ બનનારની ઇચ્‍છા વિરુધ્‍ધ શરીર સંબંૅધ બાંધી બળાત્‍કાર કરેલ છે. વધુમાં ભોગ બનનારનો ઓસીફીકેશન ટેસ્‍ટ કરાવતા તેની ઉમંર ૧૪થી ૧૬ વર્ષથી દર્શાવવામાં આવેલ છે. આરોપીનું તપાસવી કરતા આરોપી સંભોગ માટે સક્ષમ એવા ડોકટરી અભિપ્રાય છે. ભોગ બનનારે એકસી.મેજી.રૂબરૂ ઓળખ પરેડમાં આરોપીને ખરી રીતે ઓળખી બતાવેલ છે, તથા ભોગ બનનારની તપાસતા તેની સાથે શારીરિક સંબંધ હોય તેવો ડોકટરી અભિપ્રાય છે. તથા અરજદાર આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે.

આમ, આ રીતે સરકારી વકિલની કેસની ગંભીરતા મેડીકલ પેપર્સ વિગેરે ધ્‍યાને લઇ નામ સ્‍પે. પોકસો કોર્ટ આરોપી/ અરજદારની રેગ્‍યુલર જામીન અરજી રદ/ નામંજુર કરેલ હતી.  આ કામે સરકાર તરફી સરકારી વકીલશ્રી પરાગ એન.શાહ રોકાયેલા હતા.

(5:05 pm IST)