Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

એકરંગની દિવ્‍યાંગ દિકરીઓએ કલેકટર-પોલીસ કમિશ્નર તથા મ્‍યુ. કમિશ્નરને રક્ષા બાંધી દિઘાર્યુ શુભેચ્‍છા પાઠવી

રાજકોટ, તા., ૧૧: શહેરના ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે ગુજરાત ફોર્જીગ કંપનીની પાછળ આવેલ એક રંગની માનસીક વિકલાંગ (દિવ્‍યાંગ) દિકરીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

એક રંગ સંસ્‍થાની માનસીક વિકલાંગ (દિવ્‍યાંગ) દીકરીઓએ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર શ્રી રાજુભાઇ ભાર્ગવ, મ્‍યુનીસીપલ કમિશ્નર અમીતભાઇ અરોરા તેમજ સી.જી.એસ.ટી. વિભાગના એડીશનલ કમિશનર શ્રી મુકેશકુમારી,આસીસ્‍ટન્‍ટ કમિશ્નર શ્રી આર.એમ.શ્રીમાળી સી.જી.એસ.ટી. રાજકોટ  વિભાગના તમામ અધિકારી ગણને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધી તેઓના તંદુરસ્‍તમય સ્‍વાસ્‍થય  માટે ઇશ્વરને પ્રાર્થના કરેલ. રાજકોટને ગૌરવવંતુ બનાવવા રાજકોટની આન, બાન અને શાન સમા કલેકટર પોલીસ કમિશ્નર તથા મ્‍યુનિસીપલ કમિશ્નર તથા સી.જી.એસ.ટી. એડીશનલ કમિશ્નર સાહેબના તંદુરસ્‍ત દિઘાર્યુ માટે ઇશ્વરને પ્રાર્થના કરી રક્ષા બાંધવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્‍થાના પ્રમુખશ્રી દિપીકાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ તેમજ પોતાના વ્‍યસ્‍ત શિડયુલમાંથી સમય કાઢીને મનો દિવ્‍યાંગ  દિકરીઓને સમય આપવા બદલ  કલેકટર શ્રી, પોલીસ કમિશ્નર  શ્રી, મ્‍યુનિ. કમિશ્નર શ્રી તથા સી.જી.એસ.ટી. એડીશનલ કમિશ્નર શ્રી અને આસીસ્‍ટન્‍ટ કમિશ્નર શ્રીનો એક રંગ સંસ્‍થાના પ્રમુખ શ્રી દિપીકાબેન マદયપુર્વક આભાર માની પોતાની લાગણી વ્‍યકત કરે છે તેમજ રાજકોટની સેવાભાવી પ્રજા સ્‍વસ્‍થ અને તંદુરસ્‍તમય તહેવારની ઉજવણી કરે તે માટે રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

(5:06 pm IST)