Gujarati News

Gujarati News

News of Tuesday, 12th September 2023

પ૦ રૂા.માં આખુ શહેર ફેરવશે : ‘રાજકોટ દર્શન બસ' પ્રારંભ

મુખ્‍ય કચેરીમાં નવા રૂપરંગ સાથે આધારકાર્ડ કેન્‍દ્રનું લોકાર્પણઃ પદાધિકારીઓના કાર્યકાળના અંતિમ દિવસે શહેરીજનોને ભેટ

રાજકોટ, તા. ૧૧ : આજથી રાજકોટ દર્શન બસ સેવાનો પ્રારંભ થાય છે.  સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં આવેલ આધાર કેન્‍દ્ર તથા સિવિક સેન્‍ટરની છ માસ પહેલા સિવિક સેન્‍ટર તથા આધાર કેન્‍દ્રની મુલાકાત મેયર ડૉ.પ્રદિપ ડવએ લીધેલ. આ મુલાકાત દરમ્‍યાન શહેરમાંથી શહેરીજનો આવતા તથા સ્‍ટાફને વ્‍યવસ્‍થિત સુવિધા મળે તે માટે નવીનીકરણ કરવા તથા સિવિક સેન્‍ટરને પણ જરૂરી સુધારા વધારા કરવા સબંધક અધિકારીને જણાવેલ. મેયરશ્રીની સુચના અનુસાર પ્રથમ તબક્કે સુવિધાસભર આધાર કેન્‍દ્રનું નવીનીકરણ કરવામાં આવેલ. આજ તા.૧૧ના રોજ આધાર કેન્‍દ્રનું લોકાર્પણ તથા ઙ્કરાજકોટ દર્શન બસનો શુભારંભ મેયર ડૉ.પ્રદિપ ડવના  હસ્‍તે કરવામાં આવેલ.       

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, ડેપ્‍યુટી કમીશ્‍નર સી.કે.નંદાણી, બાંધકામ સમિતિના ચેરમન કેતનભાઈ પટેલ, એડી.સિટી એન્‍જી. એચ.એમ.કોટક, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુગશીયા, અલ્‍પાબેન દવે, ગ્રંથપાલ આરદેશણા વગેરે ઉપસ્‍થિત રહેલ.       ૧૩૦ ચો.મી. એરિયામાં આધાર કેન્‍દ્રના બાંધકામ રીનોવેશન કરવામાં આવેલ છે.  આ આધાર કેન્‍દ્રમાં કુલ-૧૨ કીટો દ્વારા આધારકાર્ડની કામગીરી કરવામાં આવશે. જેથી લોકોને આધારકાર્ડ બનાવવામાં સરળતા રહેશે.  ભવિષ્‍યમાં વાતાનુકુલિત સુવિધા મળી રહે તે માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આધાર કેન્‍દ્રની મુલાકાત કરતા લોકો માટે વેઈટીંગ એરિયા તેમજ હેલ્‍પ ડેસ્‍ક બનાવવામાં આવેલ છે. જેથી મુલાકાતીઓના પ્રશ્‍નનું નિવારણ સરળતાથી થઇ શકશે. આધાર કેન્‍દ્ર વિકલાંગ તથા બીમાર લોકો માટે અલગથી એન્‍ટ્રી મળી રહે અને રેમ્‍પની સુવિધા કરવામાં આવેલ છે. આ આધાર કેન્‍દ્રમાં દૈનિક આશરે ૨૦૦થી વધારે લોકોને સરળતાથી આધારકાર્ડ બનાવી શકે તે માટેની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે.(૯.ર૯)

રાજકોટ રાજપથ લી.રૂટ-રાજકોટ દર્શન

ક્રમ     સ્‍થળ   રૂટ સમય         

૧   ત્રિકોણ બાગ           ત્રિકોણ બાગથી બસ ઉપડવાનો

૨   રામકળષ્‍ણ આશ્રમ     સમય સવારે ૦૯ કલાક તથા

૩   બેબી ડોલ મ્‍યુઝીયમ ત્રિકોણ બાગ બસ પરત આવવાનો

૪   સ્‍વામિનારાયણ મંદિર સમય સાંજે ૦૪.૩૦ કલાક           

૫   ઈશ્વરીયા પાર્ક                

૬   રીઝનલ સાયન્‍સ સેન્‍ટર            

૭   અટલ સરોવર               

૮   જયુબેલી વોટ્‍સન મ્‍યુઝીયમ                 

૯   ગાંધી મ્‍યુઝીયમ             

૧૦ આજીડેમ                     

૧૧ રામવન                      

૧૨ પ્રદ્યુમન પાર્ક                 

૧૩ ત્રિકોણ બાગ            

ટીકીટનો દર

૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે-રૂ.૩૫ પ્રતિ દિવસ

૧૨ વર્ષથી મોટી વયના માટે-રૂ.૫૦ પ્રતિ દિવસ

ઉપરોક્‍ત ફરવાના સ્‍થળો પૈકી જે સ્‍થળોએ નિયત કરેલ ટિકીટ દર હશે તે પ્રવાસીઓએ અંગત ભોગવવાના રહેશે.

રાજકોટ દર્શનની બસ ત્રિકોણ બાગથી દર શનિ-રવિના રોજ ઉપાડવામાં આવશે.

(3:08 pm IST)