Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજકોટમાં વેક્સિનેશન કામગીરીએ રંગ રાખ્યો : રસીકરણમાં 18 વર્ષથી વધુની વયના કુલ 17952 નાગરિકોએ રસી લીધી

રાત્રે 9:30 વાગ્યે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશનની કામગીરી ચાલી

રાજકોટ ;  કોરોના વેકસીનેશન મહાઅભિયાન અનુસંધાને રાજકોટ શહેરમાં આજે તા. 10/10/2021ના રોજ સાંજના 09:00 વાગ્યા સુધીમાં કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 17952 નાગરિકોએ રસી લીધી છે , અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે 9:30 વાગ્યે  પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે

(9:59 pm IST)