Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજકોટ જિલ્લામાં પણ અશક્ત-દિવ્યાંગ લોકોને ઘરે-ઘરે જઈ વેકસીન આપવાનું શરૂ

ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય ટીમ ઘરે ઘરે તેમજ વાડીમાં અને કારખાનાઓમાં જઈ અપાતી વેક્સિન

રાજકોટ : શહેર અને જિલ્લામાં 100 % રસીકરણનો લક્ષ્‍યાંક સિદ્ધ કરવા માટે કોર્પોરેશન તેમજ વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરનાં તમામ વિસ્તારોમાં અશક્ત-દિવ્યાંગ લોકોને ઘરે-ઘરે જઈને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈને જિલ્લાનાં આરોગ્ય તંત્ર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગ-અશક્ત લોકો ઉપરાંત ખેતમજૂરોને પણ ઘરેબેઠા કોરોનાની રસી આપવાનું શરૂ કરાયું છે.

જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી ભંડેરી દ્વારા જણાવાયા મુજબ, હાલ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય ટીમ ઘરે ઘરે તેમજ વાડીમાં અને કારખાનાઓમાં જઈ વેક્સિન આપી રહી છે. સાથે જ કોઈ બિમારી અથવા ઉંમરનાં કારણે રસી લેવા નહીં આવી શકતા લોકો ઉપરાંત દિવ્યાંગોને પણ ઘરે જઈને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કારખાના તેમજ ખેતરોમાં મજૂરીકામ કરવા જતાં લોકો રોજ પડવાના ડરે રસી લેવા આવતા નહીં હોવાથી તેને તેના કામની જગ્યા પર જ વેકસીન અપાઈ રહી છે. આ માટે 40 મોબાઇલ ટીમો કાર્યરત છે.

(11:42 am IST)