Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કુમકુમના પગલા પડયા માડીના હેત ઝરયા... જોવા લોક ટોળે વળ્યા

શ્રી નવદુર્ગા ગરબી મંડળ - શ્રીનાથજી સોસાયટી : જગત જનની મા જગદંબાની આરાધના કરવાનું આસો નવરાત્રીમાં અપરંપરા મહિમા ગવાયો છે. ભાવિકો વ્રત - જપ - તપ - અનુષ્ઠાન કરીને નવરાત્રી મહાપર્વ ઉજવે છે. તો પ્રાચીન ગરબીમાં અવનવા રાસ રમી બાળાઓ માતાજીને વીનવે છે મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં બાપા સીતારામ ચોક ખાતે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીનું ભવ્ય ભકિત ભીનુ આયોજન કરવામાં આવે છે. ગરબી મંડળની ૨૭ બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. જેને નિહાળવા ભાવિકો ઉમટે છે. ગરબી મંડળમાં જાનવીબેન વિરડા, પુજાબેન ખુંગલા, જનકભાઇ દાણીધારીયા, કમલેશભાઇ સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા ૩૦થી વધુ કાર્યકરો જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:04 pm IST)