Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ... ઝરૂખડે દીવા બળે રે લોલ...

રાજકોટ : આદ્ય શકિતની આરાધનાનું પાવનકારી મહાપર્વ નવરાત્રી આસો નવરાત્રીમાં દરરોજ સમી સાંજ થાય અને ધૂપ-દીપ - ગરબા - સ્તુતિ - છંદ સંગ ભાવિકો શકિતની ભકિત કરતા હોય છે. શહેરના ચોક જાણે ચાચર ચોક બન્યા હોય તેમ રાસની રમઝટ જામે છે.

શ્રી જય અંબે ગરૂડ ગરબી મંડળ : શહેરના દાયકા જુની રામનાથપરા ગરૂડ ગરબી ચોક ખાતે શ્રી જય અંબે ગરૂડ ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભાવભિની ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓના મશાલ રાસ, ત્રિશુલ રાસ, રાંદલ માતાજીનો રાસ, સાથિયા રાસ, મહિસાસૂર રાસ સહિતના રાસોની રમઝટ જામે છે. જેને નિહાળવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગરબીમાં ગરૂડ સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. ગરબી મંડળમાં અશોકભાઇ ઢોલી, ભનાભાઇ, પ્રફુલભાઇ જોશી, રતાભાઇ ગમારા સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા શ્રી ગોવિંદભાઇ ગમારા, જયેશભાઇ સરૈયા, હિતેશભાઇ રાઘવાણી, અજયભાઇ ભટ્ટી, સંદિપભાઇ ડોડીયા, કલ્પેશભાઇ ગમારા, વિનુભાઇ જાદવ, કરણભાઇ ગમારા, હિતેષભાઇ પુનવાણી, વિકીભાઇ સહિતના સંખ્યાબંધ યુવકો જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:08 pm IST)