Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

દારૂના ૧૦૦ પાઉચ સાથે જંગલેશ્વરનો પ્રકાશ પકડાયો

તાલુકા પોલીસે કણકોટના પાટીયેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૧: કાલાવડ રોડ કણકોટના પાટીયા પાસેથી જંગલેશ્વર શેરી નં. ૪માં કાદરી પાનવાળી શેરીમાં રહેતાં પ્રકાશ કાનજીભાઇ મકવાણા (ઉ.૩૦)ને રૂ. ૨૦ હજારના દારૂના ૧૦૦ પાઉચ સાથે તાલુકા પોલીસે પકડ્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન  મલેક, અમિનભાઇ ભલુર અને કોન્સ. ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમી પરથી એક શખ્સને પ્લાસ્ટીકના બાચકા સાથે પકડી લીધો હતો. બાચકામાં દારૂ હોવાની પાક્કી માહિતી મળી હોઇ તપાસ કરતાં અંદરથી રોયલ કલાસીક વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૧૦૦ પાઉચ મળતાં ૨૦ હજાર કિંમત ગણી કબ્જે કરી પ્રકાશની ધરપકડ કરી હતી. આ શખ્સ છુટક મજૂરી કરે છે. દારૂ કયાંથી લાવ્યો? કોને આપવા જતો હતો? તે અંગે તપાસ થઇ રહી છે.

સીપી, જોઇન્ટ સીપી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળાની સુચના મુજબ પીએસઆઇ એન. ડી. ડામોર, જેને બાતમી મળી તે ટીમ તથા સાથેના મનિષભાઇ સોઢીયા, હરસુખભાઇ સબાડ, લાલજીભાઇ હાડગડા, હર્ષરાજસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

(3:10 pm IST)