Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

માં આશાપુરા માતાજીઃ નવરાત્રી

માં આશાપુરા માતાજી એક રીતે જોઇ તો ભુતકાળમાં કચ્છનું મઢ ગામ એક આશાતિર્થ હોય એવુ શાસ્ત્રોકથી અનુમાન થાય છે. દેવી આદ્યશકિતમાં આશાપુરા આદીકાળથી ભકતો અને સેવકોની રક્ષા કરતા આવ્યા છે અને ભકતોની રક્ષા કરવા માટે અનેક સ્વરુપો ધારણ કર્યા છે. નિરાકારમાંથી સાંહર બની અદ્યમ દૈત્યોને માર્યા છે. જેવા કે શુભ નિશુભમાંથી ચંડ મંડ હિગાસુ રકતત્વબિજ આમર ચામર અને મહિષાસુર શુભ નિશુભને માર્યાત્યારે મહાકાળી નામથી પ્રખ્યાત થયા અને ચંડમંુડને માર્યા ત્યારે માં ચંડીકા કહેવાણા હિગાસુરને માર્યા ત્યારે માં હિગરાજ કહેવાણા ચામુંડા મહિસાર મહિષાસુર માર્યા ત્યારે મહિષાસુર મર્હિની નામથી પ્રખ્યાત થયા અને જગતની આશાઓ પૂર્ણ કરી ત્યારે માં આશાપુરાના નામથી જગતમાં પ્રખ્યાત થયા આમાંંથી સત્યને ગ્રહણ કરી અસત્યનું આવરણ મુકી હમેશા શ્રાધ્ધ વિશ્વાસથીમાં આશાપુરાની ભકિત સંપૂર્ણ ભાવથી અને નિષ્ઠાથી કરવાથી માં આશાપુરા સર્વે પ્રકારે સુખ અને શાંતિ આપે છે.

શાસ્ત્રી બટુક મહારાજ

કાળીપાટ ગામ

શ્રી સ્વામીનારાયણ મંદિરના

પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(3:21 pm IST)