Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

હત્યાની કોશિષ અને રાયોટના ગુનામાં ૧૦ વર્ષની સજા પડ્યા બાદ ફરાર શખ્સને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

ભાવનગરના બનાવના પગલે કોર્ટે સજા ફટકારતા રાજકોટનો હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ ગોહીલ હાજર ન થતા કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું હતું

રાજકોટ,તા. ૧૧: ભાવનગરમાં હત્યા અને રાયોટના ગુનામાં કોર્ટે દસ વર્ષની સજા ફટકારતા ફરાર રાજકોટના શખ્સને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આવતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, એ.એસ.આઇ જયુભા, પ્રતાપસિંહ, એભલભાઇ, પુષ્પરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, અશોકભાઇ તથા સોકતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. પુષ્પરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા અશોકભાઇ ડાંગરને બાતમી મળતા ભાવનગર એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાની કોશિષ અને રાયોટના ગુનામાં કોર્ટે દસ વર્ષની સજા ફટકારતા તે હાજર ન થતા ફરાર હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહીલ (ઉવ.૩૫) (રહે. મીલેટ્રી સોસાયટી પ્લોટ નં. ૨૭૫ ભાવનગર હાલ રાજકોટ રેલનગર અમી રેસીડેન્સી બ્લોક નં. ૨૯)ને જામનગર રોડ શેઠનગર પાસેથી ઝડપી લઇ ભાવનગર એ ડીવીઝન પોલીસે સોંપવા કાર્યવાહી કરી હતી.

(3:24 pm IST)