Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ડો. હિતા મહેતા લિખિત નવલિકા સંગ્રહ 'ધ બ્લેક મેઇલર'નું વિમોચન

રાજકોટ : જાણીતા લેખિકા ડો. હિતા મહેતા લિખિત નવલિકા સંગ્રહ 'ધ બ્લેક મેઇલર'નું  વિમોચન તાજેતરમાં સાહિત્ય જગતના નામાંકિતો સર્વશ્રી જવલંત છાયા, રેણુ યાજ્ઞિક, ભરત યાજ્ઞિક, જયોતિ રાજયગુરૂ, હરીશ થાનકી, દુર્ગેશ ઓઝા, સંજુ વાળા, જય વસાવડા, સુભાષ ભટ્ટ તેમજ ડે. મેયર ડો. દર્શિતા શાહ, રોટરી પ્રેસિડેન્ટ પરેશ બાબરીયાની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. સાયકોલોજીમાં પીએચ.ડી. કરનાર ડો. હિતા મહેતા પ્રિ-સ્કુલના સંચાલક છે. સાથે રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસીડેન્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. નાનપણથી કવિતાઓ લખવાનો શોખ હતો અને પછી ધીરે ધીરે નવલિકાઓ તરફ વળ્યા. કી-નોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ સેવા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વીબેન ઘીયા દ્વારા નેહલબેન ગઢવી અને જયોતિબેન રાજયગુરૂ વચ્ચે એક સંવાદનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં સાંપ્રત સમસ્યાઓ વિષે બન્ને મહિલાઓએ પોતાના અભિપ્રાયો રજુ કરેલ. પુસ્તક લેખિકા ડો. હિતા મહેતાએ પોતાની આ લેખન યાત્રામાં સહયોગી બનનાર યોગેશ મહેતા, દિકરી તરશરી સહીત સમગ્ર પરિવારજનોનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. બીના ત્રિવેદીએ કર્યુ હતુ. 

(3:48 pm IST)