Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મનપાના વિવિધ વિકાસકામો ખુલ્લા મુકતા મંત્રી જીતુભાઇ વાઘાણી

રાજકોટઃ રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા  રાજયના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાદ્યાણીના હસ્તે જિલ્લા ગાર્ડન ખાતે પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેકટ્રીક બસનો શુભારંભ, EWS-1 અને  MIG-1 આવાસોનો ફાળવણી ડ્રો કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા, પુર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, કોર્પોરેટર વોર્ડ નં.૧૪ નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં. ૧૪ના પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, નરેન્દ્રભાઈ કુબાવત વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆત શાળા નં.૪૮ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજુ કરીને કરવામાં આવેલ. વિજેતા શિક્ષકો રાષ્ટ્રીય કક્ષાએ વનિતાબેન રાઠોડ, રાજય કક્ષાએ ડો.સોનલબેન ફળદુ, જિલ્લા કક્ષાએ શિલ્પાબેન ડાભીનું સન્માન કરવામાં આવેલ તેમજ શાળા નં.૪૮ના પુર્વ વિદ્યાર્થી અને હાલમાં મેડીકલમાં અભ્યાસ કરતા રિદ્ઘિ મકવાણા તથા મોહિત મકવાણાનું પણ સન્માન કરેલ. બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા દ્વારા મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ. મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા તથા રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત પ્રોજેકટની વિગતો આપેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ કરેલ.

(3:50 pm IST)