Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સાણથલી-શિવરાજપુરમાં શાનદાર જીત બદલ જિલ્લા પંચાયતમાં ખુશીના 'કમળ' ખીલવતી કોંગી

રાજકોટ : જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠકોમાં કોંગીનો વિજય થતા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ પરિણામને આવકારી આજે જિલ્લા પંચાયતમાં સાદગીપૂર્ણ વિજયોત્સવ મનાવ્યો હતો. શિવરાજપુરના વિજેતા વિનુભાઇ મેણિયા તથા સાણથલીના વિજેતાના પતિ વિનુભાઇ ધડુકને આજે તેમણે ફુલહાર કરી મીઠા મોઢા કરાવેલ તેમજ ડી. ડી. ઓ. શ્રી દેવ ચૌધરી સાથે શુભેચ્છા મુલાકાત કરાવેલ. નવા ચૂંટાયેલા સભ્યોનો સન્માન વખતે અર્જુન ખાટરીયા ઉપરાંત દેવેન્દ્ર ધામી, જસદણના સુધરાઇ સભ્ય બસીરભાઇ અને જયેશભાઇ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:53 pm IST)