Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

આધુનિક યુગમાં શિક્ષણ - ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે : કુંવરજીભાઇ બાવળિયા

વિંછીયામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રી

રાજકોટ તા.૧૨ : કોવિડની મહામારી બાદ વિછિંયાની શ્રી એમ.બી.અજમેરા હાઇસ્કુલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કુલ પુનઃ શરૂ થતાં વિદ્યાર્થીઓના આવકાર અને સ્વાગત કાર્યક્રમ પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

અજમેરા હાઇસ્કુલમાં ધો.૧૦ માં ૩૯૯ અને ધો.૧૨ માં ૨૧૯ વિદ્યાર્થીઓ તથા ધોળકિયા સ્કુલમાં ધો.૧૦ માં ૨૪૭ અને ધો.૧૦ માં ૧૫૬ વિદ્યાર્થીઓ શાળામાં શરૂ થયેલા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા.આ પ્રસંગે મંત્રીશ્રી બાવળિયાએ શાળામાં વિદ્યાર્થીઓને આવકારતાં કહયું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે. બાળપણથી જ જો પાયો મજબુત થશે તો આગળ જતાં ઇમારત પણ મજબુત થશે. શિક્ષણ ઉપરાંત રમત-ગમતની પ્રવૃત્ત્િ।માં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ કરી તેમણે ઉપસ્થિત શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના અભ્યાસ ઉપરાંતનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવા જણાવ્યું હતુ.

આ પ્રસંગે આચાર્યશ્રી એમ.બી. અજમેરા, ડી.ઈ.ઓ. કચેરીના એ.ઇ.ઓ.શ્રી એ.આઇ.પરમાર, કન્વીનરશ્રી સૌમેયા, અગ્રણીશ્રી વિમલભાઇ ત્રિવેદી, શ્રી ભરતસિંહ રાઠોડ, રસિકભાઇ મુંજપરા, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(4:16 pm IST)