Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શહેર ભા.જ.પ. યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય બાઇક રેલી સંપન્ન

શહેર ભા.જ.પ.ના યુવા મોરચાની બાઇક રેલીને શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીએ લીલીઝંડી આપી હતી તે વખતની તસ્વીર (તસ્વીર- અશોક બગથરિયા) (૬.૨૪)

રાજકોટ તા. ૧ર : મહાનગરના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પ્રસંગે અંતર્ગત જનજાગૃતિની બાઇક રેલી સવારે ૧૦ કલાકે યોજાઇ હતી. આ બાઇક રેલી શહેર ભાજપ યુવા મોરચાના પ્રદીપ ડવ, પ્રભારી ફાલગુનભાઇ ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિમાં  સુચારૂ રીતે યોજવામાં આવી હતી. જેમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયત્નશીલ રહેવાનો યુવાનોને સ્વામી વિવેકાનંદજીએ પ્રેરણાદાયક સંદેશો આપેલ છે.ત્યારે આજે તેમની જન્મજયંતી 'યુવાદિન' તરીકે ઉજવીને તેમના કાર્યને શ્રદ્ધાંજલી અપાય છે.

આ બાઇક રેલીઓ વિવિધ વોર્ડમાં ભાજપના મહાનુભાવોના હસ્તે અને વોર્ડ પ્રભારીઓ તથા વોર્ડ પ્રમુખોની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રસ્થાન કરવામાં આવેલ, જે અન્વયે વોર્ડ નં.૧માં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડના હસ્તે, વોર્ડ નં. ર માં પૂર્વ મેયર બીનાબેન આચાર્યના હસ્તે વોર્ડ નં. ૩માં પૂર્વ ડે. મેયર અશ્વીન મોલીયા, વોર્ડ નં.૪ માં કિશોર રાઠોડ, વોર્ડ પમાં રાજુભાઇ ધ્રુવ, વોર્ડ ૬માં ધારાસભ્ય અરવિંદ રૈયાણી, વોર્ડ ૭માં શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, વોર્ડ ૮માં શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, વોર્ડ ૯ માંં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, વોર્ડ ૧૦માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વોર્ડ ૧૧માં હસુભાઇ ચોવટીયા, વોર્ડ ૧રમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, વોર્ડ ૧૩માં મોહનભાઇ કુડારીયા, વોર્ડ ૧૪માં અજય પરમાર, વોર્ડ ૧પમાં દલસુખ જાગાણી, વોર્ડ ૧૬માં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, વોર્ડ ૧૭માં શૈલેષ પરસાણા તથા રાજુભાઇ ફળદુ, વોર્ડ ૧૮માં પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના હસ્તે બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વિવિધ વોર્ડના પ્રભારીઓ દિલીપ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, મનુભાઇ પટેલ, અશોક લુણાગરીયા, રમેશ અકબરી, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભુત, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, દિનેશ કારીયા, હસુભાઇ ચોવટીયા, રાજુભાઇ માલધારી, રાજુભાઇ બોરીચા, વીનુભાઇ ધવા, સંજય ગૌસ્વામી, જીણાભાઇ ચાવડા, શૈલેષ પરસાણા, જીજ્ઞેશ જોષી, વિગેરે ઉપસ્થિત રહેેશે. તેમજ  વોર્ડપ્રમુખો હીતેશ મારૂ, અતુલ પંડિત, હેમભાઇ પરમાર, સી.ટી.પટેલ, દિલીપ લુણાગરીયા, ઘનશ્યામ કુંગશીયા, રમેશભાઇ દોમડીયા, અશ્વીન પાંભર, પ્રદીપ નીર્મળ, રજની ગોલ, સંજય પીપળીયા, રસીકભાઇ કાવઠીયા, વીજય ટોળીયા, અનીષ જોષી, સોમભાઇ ભાલીયા, ભાર્ગવ મીયાત્રા, જયંતીભાઇ નોંધણવદરા, સંજયસિંહ રાણા તેમજ વોર્ડના મહામંત્રીઓ તેમજ અન્ય હોદ્ેદારો આ બાઇક રેલીના પ્રસ્થાન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(4:49 pm IST)