Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વેક્સિનેશન મહાઅભિયાન : રાજકોટ રિજિયોનલ જિલ્લા મહાનગરોમાં ૧,૫૭,૭૩૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ

રાજકોટ જિલ્લામાં ૨૧,૩૦૦ તેમજ મહાનગરપાલિકા પાસે ૩૮,૦૯૦ ડોઝ ઉપલબ્ધ :રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર ખાતે કોવીશીલ્ડના ૨૦,૫૦૦ તેમજ કોવેક્સિનના ૪૫,૮૪૦ ડોઝ હાજર

રાજકોટ : રાજકોટ રિજિયોનલ જિલ્લા મહાનગરોમાં તા. ૧૦ ની સ્થિતિએ ૧,૩૮,૧૨૦ કોવીશીલ્ડ અને ૧૯,૬૧૦ કોવેક્સિનના મળી કુલ ૧,૫૭,૭૩૦ ડોઝ ઉપલબ્ધ હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલી મહેતાની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના કેન્દ્રોમાં  ૩૮,૦૯૦  કોવીશીલ્ડ વેક્સીન જયારે રાજકોટ જિલ્લામાં ૧૯,૮૩૦ કોવીશીલ્ડ અને ૧૪૭૦ કોવેક્સિનના ડોઝ મળીને ૨૧,૩૦૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકામાં ૯૫૪૦ કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૩૪૮૦ મળીને ૧૩૦૨૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં ૧૨૨૮૦  કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૩૬૦ મળીને ૧૨૬૪૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જામનગર મહાનગરપાલિકામાં ૯૫૪૦ કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૪૪૩૦ મળીને ૧૩૯૭૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લામાં ૨૨૮૦૦  કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૪૩૨૦  મળીને ૨૭૧૨૦  વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. મોરબી જિલ્લામાં ૧૩૯૪૦ કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૫૩૫૦ મળીને ૧૯૨૯૦  વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. પોરબંદર જિલ્લામાં ૧૨૧૦૦ કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૨૦૦ મળીને ૧૨૩૦૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે

(8:20 pm IST)