Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોચી બજારનો વિજય ઉર્ફ કાનો વોરા આઇપીએલ મેચ પર સટ્ટો રમતાં પકડાયો

અગાઉ દારૂ અને જૂગારના બે કેસમાં સંડોવાયો હતોઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટ તા. ૧૨: આઇપીએલ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઇ ગઇ છે અને તેની સાથે સટ્ટો રમવાનું પણ ચાલુ થઇ ગયું છે. ક્રાઇમ બ્રાંચે મોચી બજાર સટ્ટાબજાર ભીડભંજન શેરી-૮ ચામુંડા નિવાસ ખાતે રહેતાં વિજય ઉર્ફ કાનો પ્રફુલભાઇ વોરા (ઉ.વ.૨૮)ને તેના ઘરમાં સનરાઇઝ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના મેચ પર સટ્ટો રમતાં પકડી લીધો હતો.

ડીસીબીના એએસઆઇ જયેશભાઇ નિમાવત અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડી રોકડા રૂ ૧૧૦૦ તથા રૂ ૬ હજારના બે મોબાઇલ ફોન સાથે વિજયને પકડી લેવાયો હતો. તે કપાત કોની પાસે કરાવે છે? તે અંગે પુછતાછ હાથ ધરવામાં આવી છે. આ શખ્સ ગયા વર્ષે એ-ડિવીઝન પોલીસમાં દારૂના અને જૂગરના બે કેસમાં પકડાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના તથા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(12:29 pm IST)