Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગોવાણી છાત્રાલય નજીક વોંકળા કાંઠે જૂગાર રમતાં ત્રણ પકડાયા

તાલુકા પોલીસે દરોડો પાડી ૫૫૦૦ની રોકડ કબ્જે લીધી

રાજકોટ તા. ૧૨: નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે ગોવાણી છાત્રાલયની બાજુમાં શનિવારી બજાર ભરાય છે ત્યાં વોંકળા કાઠે બેસી જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં ત્રણ શખ્સો જોરૂ ઉમરભાઇ સાડમીયા (ઉ.૪૫-રહે. ફાલ્કન પંપ પાસે ઝૂપડપટ્ટી), ગોરધન જકસીભાઇ સાડમીયા (ઉ.૨૦-રહે. શનિવારીના વોંકળા પાસે ઝૂપડામાં) તથા અર્જુન ઉર્ફ અજુ વેરશીભાઇ માથાસુરીયા (ઉ.૩૫-રહે. મોટા મવા પાછળ મફતીયાપરા)ને તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએઅસાઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, અરજણભાઇ ઓડેદરા, અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, હર્ષરાજસિંહ જાડેજા, મનિષભાઇ સોઢીયા અને પરિમલભાઇ ચોૈહાણે પકડી લઇ ગંજીપાના અને રૂ. ૫૫૦૦ કબ્જે લીધા હતાં.

(3:17 pm IST)