Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

નવનિયુકત શિક્ષણ સમિતિના સદસ્‍યોને માર્ગદર્શન પુરૂ પાડતા ભા.જ.પ. પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાયા બાદ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીઓ યોજાનાર હોય ત્‍યારે રાજયના માન.મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો શહેર ભાજપ અધ્‍યક્ષ કમલેશ મિરાણી દ્વારા જાહેર કરવામાં આવેલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ નવનિયુકત સદસ્‍યોની બેઠક શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં યોજાઇ હતી તે વખતની તસ્‍વીર. આ તકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્‍ય ગોવીંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા ઉપસ્‍થિત રહયા હતા. બેઠકમાં શિક્ષણ સમિતિના તમામ નવનિયુકત સદસ્‍યોને માર્ગદર્શન પાઠવતા કમલેશ મિરાણી તેમજ ધનસુખ ભંડેરીએ જણાવેલ કે આજનો આ ટેકનોલોજી યુગ શિક્ષણને આભારી છે અને શિક્ષણથી સમાજનો વર્ગ શિક્ષિત થાય છે ત્‍યારે શહેર-ગામનો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો તેનો પ્રત્‍યેક નાગરિક શિક્ષણનું મહત્‍વ સમજે એ જરૂરી છે. આ બેઠકની સંપુર્ણ વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, નિતીન ભુતએ સંભાળી હતી.

(4:35 pm IST)