Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પંચશીલ સ્‍કુલમાં કાઉન્‍સેલીંગ સેન્‍ટરનો પ્રારંભ

 કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો પ્રત્‍યક્ષ અભ્‍યાસ ખોરવાતા માનસિક તણાવ જોવા મળી રહ્યા છે. ત્‍યારે વિદ્યાર્થીઓનો જુસ્‍સો ટકી રહે તે માટે ‘ઉજાસ ગ્રીન કોરિડોર' કાઉન્‍સેલીંગ સેન્‍ટરનો પી.ડી.એમ. કોલેજ કેમ્‍પસ મવડી ઝોનમાં આવેલ પંચશીલ સ્‍કુલ ખાતે  મ્‍યુ. ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્‍તે પ્રારંભ કરવામાં આવેલ. તે પ્રસંગે સૌ.યુનિ. મનોવિજ્ઞાન ભવનના ડીન ડો. યોગેશ જોગસણ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના  પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પુષ્‍કરભાઇ રાવલ, પરિમલભાઇ પરડવા, સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર જયદીપભાઇ જલુ, પૂર્વ મહામંત્રી અવધેશભાઇ કાનગડ, એફ. આર.સી. મેમ્‍બર અજયભાઇ પટેલ, સૌ.યુનિ. મનોવિજ્ઞાન ભવનના ડો. ધારા જોષી, ડો. ડીમ્‍પલ રામાણી વગેરે ઉપસ્‍થિત રહેલ. આ સેન્‍ટર પર વિદ્યાર્થીઓના મુંજવતા પ્રશ્‍નોનું નિરાકરણ લવાશે. તેમ ડો. ડી. કે. વાડોદરીયાની યાદીમાં જણાવાયુ છે.

 

(4:43 pm IST)