Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજકોટમાં આજે ૨ મોત : બપોર સુધીમાં ૭ કેસ

હાલમાં ૬૭૯ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૪૭૮ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૬૧૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૭.૯૯ ટકા થયો

રાજકોટ તા. ૧૨: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૨નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં માત્ર ૭ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૧ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૨નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૫૧૪ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૭ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૪૭૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૯૨૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૨૫ ટકા થયો  હતો. જયારે ૧૬ દર્દીઓે સાજા થયા હતા.આજ દિન સુધીમાં  ૧૧,૬૪,૭૦૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૪૭૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૫ ટકા થયો છે.જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૭૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:29 pm IST)