Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કાલે રવિવારે સ્વામી સત્યપ્રકાશના ૭૩માં જન્મદિવસ નિમિતે ધ્યાનોત્સવ

ઓશો ઇનરસર્કલ દ્વારા સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમ સંચાલીકા- પૂર્વદિદિ (માં પ્રેમ સુરજંના) : કોરોનાની વેકસીન લીધેલ હોય તેઓને સહભાગીતા માટે વેકસીનનું સર્ટી. અથવા મોબાઇલમાં મેસેજ બતાવવો અત્યંત જરૂરી છે

રાજકોટઃ કાલે તા.૧૩ના રવિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશના ૭૩માં જન્મદિવસ નિમિતે સાંજે ૬ થી ૮:૩૦ દરમિયાન જમ્બો કેક કટીંગ જન્મદિવસ મુબારક હો  ઓશો તથા દિલ જીસસે જીંદા હૈ, કિર્તન ધ્યાન, મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન ઓશો ઇનર સર્કલ દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબ કરેલ છે. કાર્યક્રમનું સંચાલન પૂર્વદિદિ કરવાના છે.

સ્વામી સત્યપ્રકાશ ૧૯૬૭માં ઓશોને રૂબરૂ મળેલા ત્યારથી ઓશોમય જીંદગી જીવે છે. ૧૯૮૫માં ઓશો પૂના આશ્રમ દ્વારા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર નામ આવી માન્યતા આપેલ. અત્યાર સુધીમાં અનેક ઓશો ધ્યાન શિબિરો- અનેક ઓશો સાહિત્યનું પ્રદર્શનોનું આયોજન કરેલ છે. તેમના સાનિધ્યમાં ૫૦૦૦થી વધારે લોકોને ઓશોના સન્યાસ લીધેલ છે. છેલ્લા ૩૬ વર્ષથી ચાલતુ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ૧ દિવસ પણ બંધ નથી રહયું. મંદિર પર દરરોજ નિયમીત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે સંધ્યા ધ્યાન સામુહીકમાં કરવામાં આવે છે.

સહભાગીતા માટેઃ કોરોનાની વેકસીન લીધેલ હોય તેઓએ સર્ટી. બતાવવું અથવા મોબાઇલમાં મેસેજ બતાવવો અત્યંત જરૂરી છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ બ્રીજની બાજુમાં, ૪ વૈદ્યવાડી ડીમાર્ટની પાછળની શેરી, રાજકોટ

વિશેષ માહિતી માટે : સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦, પૂર્વીદીદી ૯૪૦૮૩ ૦૯૫૩૧, ઓશો ઇનરસર્ર્કલ

(11:39 am IST)