Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

શ્રીમદ્ ભાગવત શ્લોક પાઠ અનુષ્ઠાન

સકલ મનોકામના સિધ્ધ કરનાર કલીકાલનું સાક્ષાત કલ્પવૃક્ષ એટેલે શ્રીમદ્ ભાગવતજી

 રાજકોટઃ કોરોના મહામારીના આ કપરા સમયમાં વિશ્વ કલ્યાણાર્થે એવમ આપણા દિવંગત સ્વજનોના મોક્ષાર્થે શ્રી ભાગવત સેવા સમિતિ રાજકોટ દ્વારા શ્રીમદ્  ભાગવત પાઠ અનુષ્ઠાનનું આયોજન કર્યું છે, જેમાં પાઠ પૂજા નિઃશુલ્ક છે. કોઈ નિશ્ચિત ભેટ રાખેલી નથી. આપ જે પણ પ્રેમથી આપશો તે આ સેવા યજ્ઞમાં ઉપયોગી થશે. વંદનીય ભાગવતાચાર્ય સંસ્કૃત ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી મીરાંબહેન ભટ્ટ તથા શ્રી ચૈતન્ય ભાઈ ભટ્ટના આચાર્યપદે વિદ્વાન ભૂદેવો દ્વારા આ પાઠ થશે.

અષાઢ સુદ એકમ રવિવાર તા.૧૧ જુલાઇથી તા.૧૭ જુલાઇ સુધી સાત દિવસમાં ભાગવતજીના ૧૮૦૦૦ શ્લોકનો પાઠ થશે. આપ દેશ-વિદેશમાં જ્યાં પણ વસતા હોય પોથીજી નોંધાવી શકો છો. પ્રત્યેક યજમાન પરિવારના પોથીજી અલગથી રહેશે દરરોજ વિધિવત પૂજા સાથે પરિવારોના ગૌત્રોચ્ચાર સાથે સંકલ્પ થશે. જેના ફોટા વિડીયો આપને વોટ્સ એપ દ્વારા મોકલવામાં આવશે. પોથીજી રાખવા માટે આપના પિતૃઓના ફોટા વોટ્સએપ પર મોકલશો અને અમને ફોન કરી પહેલા જાણ કરશો. આપના પિતૃઓના મીક્ષાર્થે આપ વહેલી તકે નામ નોંધાવી આ પાઠ અનુષ્ઠાન માં સહભાગી બની પુણ્ય પ્રાપ્ત કરો. તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.૯૮૨૪૨ ૫૭૩૨૩, ૯૮૨૫૮ ૨૭૧૦૦ ઉપર સંપર્ક સાધી શકાય છેે.

જાણીતા મહિલા અગ્રણી અને મહિલા ક્રાંતીના તંત્રી શ્રીમતી મિનાબેન હરીશભાઇ ચગ, મીરાબેન ભટ્ટના આ ધાર્મિક  કાર્યને શુભેચ્છા પાઠવતા જણાવે છે કે પૂ. મીરાબેન શ્રીમદ્ ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણના ઉંડા અભ્યાસુ અને સુપ્રસિધ્ધ વકતા છે. તેમની વાણી સાંભળવીએ અલૌકીક લ્હાવો છે.

(11:40 am IST)