Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

આરડીએનપી પ્લસ દ્વારા મહાપાલીકાના પદાધિકારીઓનું સન્માન

એચ.આઇ.વી./એઇડસ સાથે જીવતા લોકોના સંગઠન આરડીએનપી પ્લસ દ્વારા હાલમાં જ નવનિયુકત મહાનગરપાલીકાના હોદેદારો મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીત, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, તા.પં. પ્રમુખ ભાવનાબેન કાકડીયાને આર.ડી.એન.પી. પ્લસના પ્રમુખ ચેતનાબેન ગોહેલ અને અન્ય ટ્રસ્ટીઓના હસ્તે સન્માનપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:58 pm IST)