Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બે લાખના દારૂના કેસમાં દોઢ માસથી ફરાર કાંતીલાલ ઉર્ફે રોહીતને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

આજી ડેમ પોલીસે ઇનોવા કારમાંથી પ૧૬ દારૂની બોટલ સાથે ચાલક રમેશ બિશ્નોઇની ધરપકડ કરી હતી

રાજકોટ તા. ૧ર : આજીડેમ ચોકડી પાસે ઇનોવા કારમાંથી કબજે કરેલ બે લાખના વિદેશી દારૂના કેસમાં દોઢ મહિનાથી ફરાર ગાંધીનગરના શખ્સને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસેથી ગત તા.ર૪/૪ ના રોજ આજીડેમ પોલીસે જી.જે. ૧૮ એસી-૯૯ર૦ નંબરની ઇનોવા કારમાંથી રૂ. ર,૦૬,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની પ૧૬ બોટલ સાથે રાજસ્થાનના પાદરૂ ગામના ચાલક રમેશ શ્રીરામભાઇ બીશ્નોઇની ધરપકડ કરી હતી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના પી.એસ. આઇ. પી. બી.જોખલીયાને સોંપવામાં આવી હતી.

દરમ્યાન આ કેસમાં સામેલ કાંતીલાલ મારવાડી નામનો શખ્સ ગાંધીનગરમાં હોવાની ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ સુભાષભાઇ, ક્રિપાલસિંહ અને દેવાભાઇને બાતમી મળતા સપ્લાયર કાંતિલાલ ઉર્ફે રોહીત રતિલાલભાઇ લાખાજી સેન (ઉ.૩૬) (રહે. હાલ એ.૩૦૪ શગુન ૧૦૮ એપાર્ટમેન્ટ ઝુંડાલ સર્કલ ગાંધીનગર મુળ અમદાવાદ અને રાજસ્થાનને ઝડપી લીધો હતો કાંતીલાલ ઉર્ફે રોહીત અગાઉ સાણંદ, અમદાવાદ ગ્રામ્ય, સાંતેજા, ચીલોડા અને ડભોળા પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે.

આ કામગીરી ક્રાઇમબ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. પી.બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ, સુભાષભાઇ, અંશુમાનભા ગઢવી, ક્રિપાલસિંહ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:00 pm IST)