Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોઠારીયા સોલવન્ટમાં દવાના કારખાનામાં ભીષણ આગ

આગ લાગતા નાસભાગઃ આગમાં લાખોનું નુકશાન

રાજકોટ તા. ૧ર :.. કોઠારીયા સોલવન્ટમાં આવેલા ખેતરમાં પાકમાં છાંટવા માટેની જંતુનાશક દવા બનાવવા માટેના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કુશાલભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાની કામગીરી શરૂ કરી છે. આગ કારખાનામાં પતરાના શેડમાં લાગી હતી. આગમાં લાખોનું નુકશાન થયુ હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(4:25 pm IST)