Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પંચનાથ સાર્વજનિક હોસ્પીટલમાં ફાયર બ્રીગેડની મોકડ્રીલ યોજાઇ

રાજકોટઃ મ.ન.પા.ના ફાયર બ્રીગેડ વિભાગ દ્વારા દરરોજ જુદી-જુદી હોસ્પીટલોમાં આગ -અકસ્માત વખતે બચાવ કાર્ય માટે મોકડ્રીલ યોજાઇ હતી. તે વખતની તસ્વીરોમાં હોસ્પીટલમાં કર્મચારીઓને આગ-અકસ્માત વખતે દર્દીઓને બચાવવા માટેની કામગીરી, તેમજ આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ વગેરે બાબતોનું માર્ગદર્શન આપી રહેલા ફાયરબ્રિગેડના અધિકારીઓ નજરે પડે છે. આ મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાનો કોલ મળતા તુરતજ સ્થળ પર પહોંચી ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવી અને કર્મચારીઓના સહયોગથી દર્દીઓનેે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની મોકડ્રીલ યોજાઇ હતી મોકડ્રીલ માટે હોસ્પીટલના ટ્રસ્ટી દેવાંગભાઇ માંકડ ત્થા કર્મચારીઓ  સહયોગી થયા હતા.

(4:28 pm IST)