Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજકોટમાં થર્ડ વેવ સામે ખાનગી ડોકટરોને ૩૫૦ને બદલે ૧ હજાર બેડ કરવા કલેકટરની સૂચનાઃ સમરસ - કેન્સરમાં આઈસીયુ બેડો ઉમેરાશે

સોમવારથી આ માટે નર્સીંગ સ્ટાફને તાલીમ શરૃઃ ઓનલાઈન એમઆરડી નંબરની જોગવાઈ કરાઈ : આજ સુધી પહેલા સિવિલમાં જવું પડતુ..હવે તે નહિ થાયઃ કેસો ખૂબ વધી જાય તો સીધા સમરસ-કેન્સરમાં દાખલ કરાશે

રાજકોટ, તા. ૧ર : રાજકોટ જીલ્લા કલેકટર કોરોનાની થર્ડ વેવ સામે નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં ગઇકાલે રાજકોટ શહેર-જીલ્લાના તમામ સરકારી અને ખાનગી ડોકટરો-આઇ.એમ.એ. બાળકોના સ્પેશ્યાલીસ્ટો-એસો. સાથે મીટીંગ યોજી થર્ડ વેવ સામે લડવા અંગે આખો માસ્ટર પ્લાન ફાઇનલ કર્યો હતો.

ખાસ કરીને રાજકોટમાં ડોકટરો-હોસ્પિટલો પાસે હાલ ૩પ૦ બેડ ઉપલબ્ધ છે, તે વધારીને ૧ હજાર કરવા ઉપર ભાર મુકી તે અંગે કાર્યવાહી કરવા સુચના આપી હતી, અને સરકારી તંત્રની મદદની ખાત્રી આપી હતી.

આ ઉપરાંત બીજા મહત્વના નિર્ણયમાં સમરસ હોસ્ટેલમાં ઓકસીજન લાઇનવાળા ૪ માળ છે. તે સિવાયના અન્ય માળો ઉપર પણ ઓકસીજન પાઇપલાઇન નાંખવા, અને સમરસમાં પ૦ બેડનું આઇ.સી.યુ. -વેન્ટીલેટર સાથેની સુવિધા વધારવા તથા કેન્સર કોવીડમાં રપ બેડ આઇસીયુ-વેન્ટીલેટર વાળા છે, તે પ૦ બેડનું કરી નાંખવાનો સમાવેશ થાય છે.

ત્રીજો મહત્વનો નિર્ણય એ લેવાયો કે થર્ડ વેવમાં બહુ કેસો વધી જાય તો પહેલા સિવિલમાં જવુ પડે અને ત્યાંથી સમરસ કે કોવીડ કે અન્ય હોસ્પિટલોમાં ખસેડાય, તેવો આગ્ર રખાયો હતો તે હવે પડતો મુકાશે, હવે ડાયરેકટ કેન્સર કોવીડ અને સમરસમાં દાખલ થઇ શકાશે, પરીણામે સિવિલમાં લાઇનો ઘટશે, અત્યંત ગંભીર સ્થિતિમાં જ સિવિલમાં જેે તે દર્દીને લવાશે.

આ ઉપરાંત ઓનલાઇન મલ્ટી રજીસ્ટર નંબરની સુવિધા, ઉમેરાશે, જેથી દર્દીને લીધા સમરસ કે કેન્સરમાં લઇ જવાય તો તેના કેસ પેપર્સની ફાઇલ ત્યાં જ તૈયાર થઇ જશે, જેથી સિવિલ અને ચૌધરીના મેદાનમાં લાઇનો ઓછી થશે, આ ઉપરાંત સોમવારથી તમામ જે નવા નર્સીગ સ્ટાફ છે તેના માટે તાલીમો શરૂ જશે અને ત્રણેય સ્થળે ડોકટરો-નર્સીગ સ્ટાફ અને અન્યત્ર સ્ટાફ પણ યોગ્ય રીતે ફાળવી દેવાશે.

(4:33 pm IST)