Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કર્ણાટકના રાજ્યપાલ તરીકે સાત વર્ષ ફરજ નિભાવી રાજકોટ પરત ફરતા વજુભાઇ વાળાનું વરસાદ વચ્ચે ઉમળકાભેર સ્વાગત

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ તરીકે સાત વર્ષ સુધી કાર્યરત રહ્યા બાદ તાજેતરમાં જ ફરજ નિવૃત થયેલા વજુભાઇ વાળા રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ ઉપર  સરગમ કલબના હોદેદારો અને  શહેરના અગ્રણી નાગરિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વજુભાઇ વાળા રાજકોટ આવ્યા ત્યારે મેઘરાજાએ પણ તેમનાં વધામણાં કર્યા હતા. એરપોર્ટ ઉપર વજુભાઈને પ્રોટોકોલ અનુસાર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. સરગમ કલબ વતી પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, ઉદય કાનગડ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્ર શેઠ ઉપરાંત ડો.ચંદાબેન શાહ, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જસુમતીબેન વસાણી, ભાવનાબેન મહેતા વગેરેએ વજુભાઇ વાળાને આવકાર્યા હતા. વજુભાઇ વાળાએ પણ લાંબા સમય બાદ રાજકોટ આવવાની ખુશી વ્યકત કરી હતી.

(3:26 pm IST)