Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટમાંથી ૧૨ સહીત ર૦ બાઇક ચોરનાર તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ ઝડપી લીધી

વેજાગામનો જયદીપ મેરીયા અને ગેરેજમાં કરતા તેના સાગ્રીતો બાઇક ચોરી તોડી સ્પેર પાર્ટસ વેચી નાખતો'તોઃ ૧૩ ચોરાઉ બાઇક કબ્જે : મેટોડા જીઆઇડીસી, પડધરી, વિંછીયા, આટકોટ તથા સોનગઢમાંથી બાઇકની ઉઠાંતરી કરી'તી

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ  તસ્કર ગેંગ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૨: રાજકોટ શહેરમાંથી એક ડઝન બાઇક સહીત ર૦ બાઇકની ઉઠાંતરી  કરનાર તસ્કર ગેંગને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી હતી. આ તસ્કર ગેંગ બાઇક ચોરી કરી તોડી નાખી તેના સ્પેર પાર્ટસ વેચી દેતી હતી.

જીલ્લામાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે વિંછીયા પંથકમાંથી બાઇકની ઉઠાંતરી કરનાર તસ્કર ગેંગના જયદીપ હમીરભાઇ મેરીયા રે. વેજાગામ હર્ષદ ભોળાભાઇ તાવીયા રે.સનાળી તો. વિંછીયા વિશાલ પ્રવિણભાઇ જાપડીયા રે. આસલપુર તા. વિછીયા તનવીર ઇકબાલભાઇ કાજી રે. ગારીયાધાર તા. લીલીયા તથા પંકજ ઉર્ફે સુરેશ ઉર્ફે કાળુ ભુપતભાઇ રે. જુના રાજપરા તા.તળાજાને ૧૩ ચોરાઉ બાઇક ર.૬૦લાખ, મોબાઇલ નંગ-પ કિ. રપ૦૦ તથા એન્જીન નંગ-ર સહીત કુલ ૨.૮૫ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ તસ્કર ગેંગે છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટમાં જંકશન ગેબનશાપીર દરગાહ પાસે, કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસેથી, રૈયા ગામ ૧૦૦ વારીયા પ્લોટમાંથી, રૈયા ગામ, આકાશવાણી ચોક પરીમલ સોસાયટીમાંથી, સાધુ વાસવાણી રોડ ઉપરથી, યુનિ. રોડ કિડની હોસ્પીટલ પાસેથી, રૈયા ગામ કબ્રસ્તાન પાસેથી, પાટીદાર ચોકથી રૈયા ગામ તરફ જતા ફલેટમાંથી, આકાશવાણી ચોક રાધાકૃષ્ણ મંદિર પાસેથી તથા રૈયા ગામમાં ભરવાડવાસમાંથી બાઇકની ઉઠાંતરી કર્યાની કબુલાત આપી હતી. તેમજ આ તસ્કર ગેંગે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૩ અને ગેઇટ નં. ર પાસેથી બે બાઇક, પડધરી ટીજીએમ હોટેલ પાસેથી એકટીવા બાઇક, વિંછીયાના હાથસણી ગામેથી બાઇક, આટકોટના જંગવડ પાસે બાઇકની ઉઠાંતરી, ગારીયાધાર પાસે ચેકીંગ હોવાથી રેઢુ મુકી દીધુ હતું તેમજ પડધરીના ઇશ્વરીયા ગામેથી બુલેટ તથા વિંછીયાના રેવાણીયા ગામેથી બાઇકની ઉઠાંતરી કર્યાની કેફીયત આપી હતી.

તસ્કર ગેંગના મુખ્ય સુત્રધાર જયદીપ અને વિશાલ સિવાયના અન્ય ત્રણ સાગ્રીતો ગેરેજમાં કામ કરતા હોય આ તસ્કર ગેંગ બાઇકની ઉઠાંતરી કરી તોડી નાંખી તેના સ્પેરપાર્ટસ વેચી નાંખતા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહેશભાઇ જાની, રવીદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. રહીમભાઇ દલ, પ્રકાશભાઇ પરમાર, પ્રણયભાઇ સાવરીયા, નૈમીષભાઇ મહેતા, ભાવેશભાઇ મકવાણા, રણજીતભાઇ ધાંધલ, ડ્રા.પો.કો. અનિરૂધ્ધસિંહ જાડેજા તથા સાહીદભાઇ ખોખર સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(1:09 pm IST)