Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગુજરાતનું અમુલ જેવું મજબુત સહકારી ક્ષેત્ર હશે સમગ્ર દેશ માટે રોલમોડેલઃ રાજુભાઇ ધ્રુવ

સહકાર મંત્રાલય સ્‍થાપવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો આભારઃ દેશના પ્રથમ સહરકારમંત્રી બનવા માટે સહકારી ક્ષેત્રના નિષ્‍ણાત કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહને અભિનંદન સાથે આવકાર : આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં સહકારી ક્ષેત્રને મળ્‍યું સત્તાવાર પ્રોત્‍સાહન- સ્‍વીકૃતિ, દેશને મહાન ભેટ

રાજકોટઃ કેન્‍દ્રની નરેન્‍દ્રભાઈ મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં ‘સહકાર સે સમૃદ્વિ'ના તેના વિઝનને વાસ્‍તવિક બનાવવા માટે અલગ ઁસહકાર મંત્રાલયઁની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્‍સાહન આપવાનો છે. જેને સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ આવકાર્યું હતું અને તેમાં પણ ખાસ ગુજરાતનું મજબૂત સહકારી ક્ષેત્ર રોલ મોડેલ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

આ તકે રાજુભાઇ ધ્રુવે વધુમાં જણાવ્‍યું હતું કે , આઝાદી પછી પ્રથમ વખત સહકાર મંત્રાલય બનશે અને તેનાથી દેશના પાંચ લાખ કરતા વધુ ગામડાઓનો ઉધ્‍ધાર પણ થશે. ગુજરાત જેવું મજબૂત સહકારી ક્ષેત્ર દેશના અન્‍ય રાજ્‍યોમાં પણ હોવું જોઈએ તેવો વિચાર પણ આઝાદીના આઠ આઠ દાયકા પછી પણ કોંગ્રેસ સહિતના કોઈ પક્ષોએ કર્યો ન હતો હવે એનો માત્ર વિચાર જ નહિ પરંતુ એક નવું મંત્રાલય જ ઉભુ કરવાની જાહેરાત ગુજરાતના જ  પનોતા પુત્ર અને દેશના વડપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરીને ગુજરાતના સહકારી ક્ષેત્રના મોડેલને રાષ્‍ટ્રવ્‍યાપી બનાવવાની દિશામાં કદમ માંડી દીધા છે, અને સહકારી ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા તેમજ ગૃહ પ્રધાન તરીકે સફળ પુરવાર થયેલા ગુજરાતના  જ બીજા પનોતા પુત્ર એવા શ્રી અમિતભાઇ શાહને જવાબદારી સોંપી નરેન્‍દ્રભાઇ મોદીએ વિકાસલક્ષી અભિગમોમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિકાસના વિઝનને દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે , રાજકીય ચશ્‍મા પહેરીને આ નિર્ણયને ન મુલવવો જોઈએ. કારણકે આઝાદી પછી પ્રથમ વખત દેશમાં અને ખાસ કરીને કેન્‍દ્રીય સ્‍તરે આ પ્રકારનું મંત્રાલય ઉભુ કરવાનું આ પગલું એ દેશ ની ઉજળી આવતીકાલ માટે દીર્ઘદ્રષ્ટિ ભર્યું અસાધારણ પગલું છે .સુખ સમળદ્ધિના સંસાધનોના  સમતોલ અને ન્‍યાયી વિતરણ તેમજ સમગ્ર દેશ ના ઝડપી  સર્વાંગી વિકાસ માટે    નરેન્‍દ્રભાઈનો માસ્‍ટર સ્‍ટ્રોક છે, દેશનું સુકાન સાંભળ્‍યા પછી સાત જ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે લીધેલા અનેક પ્રજાકીય નિર્ણયોના કારણે જ વિશ્વ માં પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાત એક એવું રાજ્‍ય છે જ્‍યાં સમાજના લગભગ તમામ વર્ગોની ક્રેડિટ સોસયટીઓ ચાલે છે,આખા જિલ્લા ને આવરી લેતી જિલ્લા સહકારી બેંકો પણ નાનામાં નાના ખેડૂતોની પડખે કુદરતી કે માનસર્જિત આપત્તિઓમાં ઉભી રહે છે, દેશમાં આશરે પાંચ લાખ કરતા વધુ ગામડાઓ માટે સહકારી ક્ષેત્ર હવે ગુજરાતની જેમ જ વિકાસલક્ષી આયોજન, યોજનાઓ દ્વારા ગાંધીજીના ગ્રામ્‍ય વિકાસના સ્‍વપ્‍ન તેમજ પ.દીનદયાળ ઉપાધ્‍યાય ના હર હાથ કો કામ,હાર ખેત કો પાણી તેમજ અંત્‍યોદયના સ્‍વપ્ન-સંકલ્‍પો ને પણ સાકાર કરશે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે  ભારત ની મહાન લોકશાહી- રાષ્‍ટ્ર નિર્માતા  લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રરણાથી ગુજરાતનું ગૌરવ એવી અમૂલ ડેરીની સ્‍થાપના થઇ હતી, દૂધ ઉત્‍પાદકોને સહકારી ક્ષેત્ર સાથે જોડી દઈને અમૂલે સહકાર ક્ષેત્ર ના માધ્‍યમ થી દેશમાં સફેદ ક્રાંતિ સર્જી દીધી છે એ સર્વિદિત છે. નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતની પ્રાચીન સંસ્‍કળતિ એવા યોગને પણ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે લઈ જઈ વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરી , પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્‍યોમાં જ્‍યાં હજુ સહકાર માળખું સરખું ગોઠવાયું નથી ત્‍યાં પણ આ ક્ષેત્રના સશક્‍તિકરણ ના પગરણ પણ થઈ ગયા છે, કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધી અને કચ્‍છથી કોલકત્તા સુધી સહકારી ક્ષેત્રનો વ્‍યાપ વધારવા ભારત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ માં દેશ ના પ્રથમ સહકારમંત્રી શ્રી અમિતભાઇ શાહના કુશળ પ્રધાનપદ હેઠળ હવે રોડ મેપ તૈયાર કરી દીધા છે.

ભારતમાં આમ તો ૧૯૦૪માં સહકારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ હતી જે બાદ ૧૯૫૮માં સહકાર મંત્રાલય પણ બનાવાયું હતું પરંતુ તેને ૧૯૬૬ માં કળષિ મંત્રાલય સાથે ભેળવી દેવામાં આવ્‍યું હતું આથી કોઈ નોંધપાત્ર અસર દેખાતી નહોતી. બીજીતરફ  કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન રોજગારી આપવામાં સહકારી ક્ષેત્ર મોખરે રહ્યુ હતું એટલે હવે નવું મંત્રાલય ઉભુ થતા સમગ્ર દેશ માં સહકારી ક્ષેત્ર ના વિકાસ ને એક નવું બળ મળતા આ દિશામાં પણ રોજગારીના  એક નવા સૂર્યનો ઉદય થશે તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે વિશ્વાસ પૂર્વક જણાવ્‍યુ છે.

 

(11:40 am IST)