Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિને ૧૭ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જસદણ, તોરી, ચિત્ત્।લમાં રકતદાન એ જ મહાદાનના સંકલ્પને સાર્થક કરતાં રકતદાતાઓ

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે રાજકોટ શહેર સહિત રાજયભરમાં ૧૭ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રકતની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ જુલાઈના શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં બે સ્થળે ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જસદણ, તોરી, ચિત્તલ સહિત કુલ ૧૭ સ્થળે મેગા  બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સતત ૨૧ માં વર્ષે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓએ પોતાનું અમૂલ્ય રકતદાન કરીને 'રકતદાન એજ મહાદાન'ના સંકલ્પને સાકાર કર્યો હતો. રાજકોટમાં બે સ્થળે સરદાર પટેલ ભવન અને પટેલવાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે, વડોદરામાં હરણી ગામના વ્રજ કોમ્પલેક્ષ અને કોઠાવ ગામના રાધાકૃષ્ણ મંદિર ખાતે, પાટણમાં જુના સિવિલ હોસ્પિટલ ખાતે, અમદાવાદમાં નિકોલના ખોડિયાર મંદિર ખાતે, ભરૂચના છિદ્રા ગામમાં મહાદેવ મંદિર ખાતે અને જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સુરતમાં અલગ અલગ પાંચ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં ખોડલધામ કાર્યાલય ખાતે, પુણાગામ ખાતે IFM માર્કેટ ખાતે, કામરેજમાં યુનિટી પબ્લિક સ્કૂલ ખાતે, યોગીચોક ખાતે આવેલ અભિષેક આર્કેડ ખાતે અને કતારગામ વિસ્તારમાં અંકુર વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અમરેલી જિલ્લામાં પણ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અમરેલી શહેરના કેરીયા રોડ પર આવેલા મહિલા સ્વામિનારાયણ મંદિર ખાતે, જશવંતગઢ, ચિત્તલ ગામ ખાતે અને તોરી ગામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. હાલની મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રકતની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્દજયોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. મહામારીની આ પરિસ્થિતિમાં રકતદાતાઓ પોતાનો માનવધર્મ સમજીને સ્વયંભૂ રકતદાન કરવા પહોંચ્યા હતા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. શ્રી નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવીએ નરેશભાઈ પટેલના જીવનનો ધ્યેય છે. છેલ્લા ૨૧ વર્ષથી સદ્દજયોતા ચેરિટેબલ ટ્રસ્ટ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, કુદરતી આપત્ત્િ।ઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે. ઉપરોકત રકતદાન કેમ્પોમાં એકત્ર થયેલું રકત બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. રકતદાનની સાથો સાથ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

(1:10 pm IST)