Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વાલ્મીકી વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા યોજાયો વિદ્યાર્થી શિક્ષણ સેમીનાર

રાજકોટ : વાલ્મીકી વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા તાજતેરમાં વિદ્યાર્થી શિક્ષણ સેમીનારનું આયોજન કરાયુ હતુ. એસ.એસ.સી. અને એચ.એસ.સી. પાસ તેમજ અધવચ્ચે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીઓને કોલેજ ફી ભરી એડમીશનથી લઇને રહેવા જમવા સુધીની વ્યવસ્થા કરી આપવા આ સમિતિએ તૈયારી બતાવી હતી. સેમીનારમાં સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો ઉપસ્થિતચ રહ્યા હતા. વાલ્મીકી સમાજના ધર્મગુરૂ શ્રી ચિમનાજી બાપુ, વાલ્મીકી સમાજના આગેવાન મુકેશભાઇ પરમાર, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, અમરેલીના અરવિંદભાઇ સીતાપરા, સંજયભાઇ વાઘેલા શિક્ષક, પીન્ટુ વાઘેલા, અનિલભાઇ મારૂડા, ગોંડલના ધર્મેશ વાઘેલા, જુનાગઢથી વિજયભાઇ વાળા, દિનેશભાઇ ચુડાસમા, ભરતભાઇ પરમાર, અરવિંદભાઇ ચુડાસમા, જેતપુરથી રાજુભાઇ વાઘેલા, ભાવનગરથી જયકિશન હાવલીયા, પોરબંદરથી અજયભાઇ પુનાણી, સ્થાનીક સુજીતભાઇ ઢાકેચા શિક્ષક તથા વાલ્મીકી સમાજના પટેલ હીરાભાઇ ઘાવરી, તુલસીભાઇ વાઘેલા, વિશેષ મહેમાન તરીકે અનુ.જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, ભરતભાઇ બારૈયા, મનોજ ટીમાણીયા, અશોકભાઇ નૈયા, મનુભાઇ સોઢા, જગદીશભાઇ સોલંકી, પારસ બેડીયા, મનોજ વાઘેલા, ધર્મેશ વાઘેલા, સુશીલ સોલંકી, પારસ બેડીયા, મનોજ વાઘેલા, ધર્મેશ વાઘેલા, સુશીલ સોલંકી, ગૌતમ ચૌહાણ, અજય પરમાર, ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા  રાજકોટ વાલ્મીકી કલબના ગીરધર વાઘેલા, કપીલ વાઘેલા, રામ પરમાર, રવિ વાઘેલા, પીન્ટુ વાઘેલા, યોવન મેવાડા, મનસુખ જાલા, જલ્પેશ વાઘેલા, હિતેશ ઢાકેચા, અરૂણભાઇ પરમાર, વિનુભાઇ જેઠવા, પલુ વાઘેલા, જગદીશ ઘાવરી, આકાશ જેઠવા, હકા લઢેર, અશ્વિન વાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. અંતમાં વાલ્મીકી વિકાસ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અજય વાઘેલાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરિક્ષાઓના કલાસ ચાલુ કરવાની પણ આ સમિતિ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી.

(3:18 pm IST)