Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દારૂ પીવા માટે રૂ. ૧૦ નહિં આપતા મિત્રની હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ મિત્રને શંકાનો લાભ આપી છોડી મુકાયો

રાજકોટ તા. ૧રઃ રાજકોટના ભાવનગર રોડમાં સુલભ શૌચાલય પાસે અંધારામાં એક હિતેશ ઉર્ફે હિતલો હકાભાઇ સુમરખાણીયાએ દારૂ પીવા માટે રૂ. ૧૦ ની માંગણી કરેલ પરંતુ ભોગ બનનાર સંજય પૈસા દેવાની ના પાડતા આરોપી હિતેશ ઉશ્કેરાઇ અને ભોગ બનનારને છરી વડે ઇજા કરેલ હતી. જે કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા આરોપીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, તા. ૧પ/૦૮/ર૦૧૪ના રોજ અજય ઉર્ફે બલી આશરે ર૦-૩૦ કલાકના અરસામાં ભાવનગર રોડ, ચુનારાવાડ ચોકમાં સુલભ શૌચાલય પાસે પોતાના મિત્ર સંજય જાદવભાઇ સાપરા સાથે ઉભા હતા તે દરમ્યાન અંધારામાં એક વ્યકિત દારૂ પીવા માટે રૂ. ૧૦/-ની માંગણી કરેલ હતી જે રકમ આપવાની અજયએ ના પાડેલ હતી જેથી આરોપી હિતેશ ઉર્ફે હિતલો હાકભાઇ ઉશ્કેરાઇ ગયેલ હતો અને ભોગ બનનાર સાથે ઝઘડો કરવા લાગેલ હતો ઝઘડા સમયે આરોપીએ ભોગ બનનારને ગળાના ભાગે પોતાના નેફામાંથી છરી વડે હુમલો કરેલ હતો અને ભોગ બનનારને ઇજા કરેલ હતી. આ કામમાં આરોપી વિરૂધ્ધ ઇજા પામનારના માતુશ્રીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૦૭ એટલે કે ખૂનની કોશીષની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદ ઉપરથી ગુન્હો નોંધાતા થોરાળા પોલીસ સ્ટેશનના અધીકારી દ્વારા આરોપીની ધરપકડ કરી જ ેલ હવાલે કરાયેલ હતા. બાદ આરોપીના કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થતા તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપી વિરૂધ્ધ ચીફ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું. ચાર્જશીટમાં આરોપી વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુન્હો હોય ચીફ જયુ. મેજી. સાહેબે ફાઇલ કરેલ હતું. ચાર્જશીટમાં આરોપી વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુન્હો હોય ચીફ જયુ. મેજી. સાહેબે આરોપીનો કેસ કમીટ કરી દીધેલ હતો અને સમગ્ર મામલો સેશન્સ અદાલતમાં ચાલવા માટે આવેલ હતો. આરોપી હિતેશે પોતાના સ્વભાવ માટે રાજકોટની સેશન્સ અદાલતમાં તેમના એડવોકેટ શ્રી જગદીશ જી. ભટ્ટને રોકેલ હતા અને આરોપી વતી શ્રી ભટ્ટે આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આરોપી તરફે શ્રી ભટ્ટે એવી દલીલ કરેલ હતી કે સમગ્ર મામલો અંધારામાં બનેલ છે તેમજ નજરે જોનાર સાહેદ પણ ફરી ગયેલ છે. તેમજ રીકવરી કે ડીસ્કવરીના પંચનામાના પંચો પણ પોતાના નિવેદન પર ટકી શકેલ નથી. તેમજ શ્રી ભટ્ટે વિવિધ હાઇકોર્ટો તેમજ સર્વોચ્ચ અદાલતના પ્રતિપાદિત તથા પ્રસ્થાપિત ચૂકાદાઓ આરોપીની તરફેણમાં રજૂ કરેલ હતા અને આરોપીને નિર્દોષ છોડી મુકવા દલીલ કરેલ હતી.

બન્ને પક્ષોની દલીલો તેમજ રજૂ થયેલ ચુકાદાઓ તેમજ પુરાવાઓનું મુલ્યાંકન કરતા નામદાર સેશન્સ અદાલતે એવા અવલોકન પર આવેલ હતી કે આરોપીને ઇજા પામનારને બનાવ સમયે કે સ્થળે છરીનો ઘા મારી ઇજા કરી ઇજા પામનારને મૃત્યુ નિપજાવવાની કોશીષ કરેલ હોવાનું કે આરોપીએ સુલેહ ભંગ કરવા ઉશ્કેરવાના ઇરાદે ઇજા પામનારને અપમાનીત કરેલ હોવાનું ફરીયાદ પક્ષ પુરવાર કરવામાં સફળ રહી નથી જેથી આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી હિતેશ ઉર્ફે હિતલો હકાભાઇ સુમારખાણીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી જગદીશભાઇ ભટ્ટ રોકાયેલ હતા.

(3:21 pm IST)