Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જામનગર રોડ પુનિતનગરમાં કિશોર જાદવના મકાનમાં દેકારો : જુગાર રમતા ચાર પકડાયા

ગાંધીગ્રામ પોલીસનો દરોડો : ૧.૧૪ લાખની રોકડ કબ્જે : મોરબી રોડ પરથી બી-ડીવીઝન પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા ચારને દબોચ્યા

રાજકોટ તા. ૧૨ : જામનગર રોડ પર આવેલ પુનિતનગરના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર જાહલ હોટલની સામે આવેલા પુનિતનગર-૨માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ગાંધીધામ પોલીસ મથકના પી.આઇ. કે.એસ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, ભરતભાઇ, ગોપાલભાઇ, દિનેશભાઇ સહિતે પુનિતનગર-૨ શેરી નં. ૨માં રહેતા કિશોર ઠાકરશીભાઇ જાદવના મકાનમાં દરોડો પાડી મકાન માલીક કિશોર જાદવ તથા રેલનગર અમૃત પાર્ક શેરી નં. ૧ના રૂષીકેશ કિશોરભાઇ અગ્રાવત, બજરંગવાડી શેરી નં. ૬ના ખૂણે રહેતા વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા તથા જામનગર રોડ ભોમેશ્વર વાડીમાં રહેતા દિપક મગનભાઇ વેકરીયાને પકડી લઇ રૂ. ૧,૧૪,૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.કોડીયાતર, એએસઆઇ એમ.એમ.માડમ તથા જયદીપસિંહ બોરાણા સહિતે બાતમીના આધારે મોરબી રોડ શાળા નં. ૭૭ની સામે રેલવેના પાટા પાસે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા મોરબી રોડ શાળા નં. ૭૭ પાસે રહેતા અબ્દુલ ગફારભાઇ કટારીયા, મોટી ટાંકી ચોક, ગવલીવાડના નઝીર સલીમભાઇ દલવાણી, રોહીદાસપરા બાલાજી પ્લાસ્ટીક પાછળ રહેતા જીતેન્દ્ર કમાભાઇ ચુડાસમા અને રૈયાધાર મફતીયાપરા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા વિનુ લાભુભાઇ નાવડીયાને પકડી લઇ રૂ. ૧૧૬૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:23 pm IST)