Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

છેલ્લા ૨૪ કલાકમાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદઃ સૌથી વધુ જુના રાજકોટમાં ૬૧ મી.મી વરસ્યો

રાજકોટઃ શહેરમાં ગઇકાલે સાંજે ૭ વાગ્યા થી ૮ વાગ્યા સુધીમાં દે ધનાધન વરસાદ વરસતા સરેરાશ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શહેરનાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં ગઇકાલ બપોરનાં ૨ વાગ્યા થી આજે બપોરનાં ૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૬૧ મી.મી(સીઝનનો કુલ ૨૮૯ મી.મી), વેસ્ટ ઝોનમાં ૫૦ મી.મી(સીઝનનો કુલ  ૨૭૦ મી.મી)તથા ઇસ્ટ ઝોનમાં ૩૩ મી.મી(સીઝનનો કુલ ૨૧૬ મી.મી) વરસાદ નોંધાયો છે.

(4:25 pm IST)