Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ધર્મનગરમાં બે દાયકાથી બિરાજતા શ્રી ધર્મેશ્વર મહાદેવ

અઢી હજાર વાર જગ્‍યામાં ચામુંડા માતાજી, રાધેકૃષ્‍ણ, રામદરબાર, જલારામ બાપા, શનિદેવનું મંદિર પણ બિરાજમાનઃ નિહારનો સામાન વિનામૂલ્‍યે, અનેક સેવા પ્રવૃતિ ધમધમે છે

રાજકોટ : શહેરના ગાંધીગ્રામ સામેના ધર્મનગર સોસાયટીના છેડે સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. ૨૨ વર્ષ પહેલા મોહનભાઈ ગઢવીએ આ મંદિરનું નિર્માણ કરાવેલ. આશરે અઢી હજાર વાર જમીનમાં આવેલ આ મંદિરના પરિસરમાં બીજા નાના મંદિરો પણ આવેલા છે. જેમાં ચામુંડા માતાજીનું મંદિર, રાધે કૃષ્‍ણ, રામ દરબાર, પીઠડ માતાજી, ખોડીયાર માતાજી, જલારામ બાપા, ગાયત્રી માતા, શનિદેવ, શીતળા માતાજી અને કાળ ભૈરવ વગેરે મંદિરો પણ આવેલા છે તેમજ મંદિર પરિસરમાં પીપલેશ્વર મહાદેવ પણ બીરાજે છે. આ તમામ મંદિરનું સંચાલન ધર્મનગર માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવતુ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

શ્રી ધર્મનગર માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા લોકસેવાના કાર્યો જેમ કે એલોપથી, આયુર્વેદ અને હોમિયોપેથીના નિદાન - મેડીકલ કેમ્‍પમાં નામાંકિત તબીબો સેવા આપી રહ્યા છે.

આ ટ્રસ્‍ટ દ્વારા અંત્‍યેષ્‍ઠીની (નિહારનો સામાન) વિનામૂલ્‍યે આપવામાં આવે છે તેમજ વોકર, ટોઈલેટ ખુરશી, એર બેડ અને વ્‍હીલ્‍સ ચેર પણ જરૂરીયાતવાળાને વિનામૂલ્‍યે વાપરવા આપવામાં આવે છે.

આ મંદિરે દર શનિવારે રાત્રે સ્‍વામીનારાયણ સંસ્‍થા (બીએપીએસ) દ્વારા ધર્મસભા રાખવામાં આવે છે. જેમાં અપૂર્વસ્‍વામી, અક્ષર કિર્તીસ્‍વામી વગેરેના પ્રવચન રાખવામાં આવે છે. તેમજ દરેક ધાર્મિક તહેવારો, જન્‍માષ્‍ટમી, શિવરાત્રી, બાળાઓના રાસ, નવરાત્રીનું આયોજન, ગણેશ ઉત્‍સવ વગેરે ભવ્‍ય રીતે ઉજવવામાં આવે છે. ભાદરવી અમાસે આશરે બે હજાર લોકોને શિરાનો પ્રસાદ તેમજ શિવરાત્રીને દિવસે પણ બે થી ત્રણ હજાર ભાવિકોને ભાંગની પ્રસાદી આપવામાં આવે છે.

આ મંદિર અને ટ્રસ્‍ટની પ્રવૃતિઓનું સંપૂર્ણ સંચાલન મોહનભાઈ ગઢવીની ટીમ અને ટ્રસ્‍ટીઓ સર્વશ્રી અશ્વિનભાઈ હજરનશી, સુરેશભાઈ પંડયા, જયંતિભાઈ પરમાર, દિપકભાઈ ભટ્ટ, કિરીટભાઈ રાઠોડ અને કાર્યકરો મુકેશભાઈ જોષી, હેમતભાઈ વાઢેર, હેમતભાઈ પીઠડીયા, રાજનભાઈ પંડયા, અરવિંદભાઈ દવે, કે.ડી.જોષી, વિનુભાઈ વ્‍યાસ, કિરીટભાઈ વ્‍યાસ, વિનુભાઈ વાઝા, રવિભાઈ ભટ્ટ, ગિરીશભાઈ મહેતા, રમેશભાઈ ચૌહાણ વગેરે સંભાળી રહેલ છે જેમાં મેનેજીંગ ટ્રસ્‍ટી મોહનભાઈ ગઢવી અને પ્રમુખ આર.ડી.જાડેજાનું માર્ગદર્શન મળી રહ્યાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં મોહનભાઈ ગઢવી મંત્રી મો.૮૭૮૦૭ ૧૪૦૩૫, આર.ડી.જાડેજા પ્રમુખ મો.૯૪૨૬૪ ૬૦૮૮૦, સુરેશભાઈ પંડયા ખજાનચી મો.૯૪૨૯૧ ૬૯૭૦૨, જેન્‍તીભાઈ પરમાર સાંસ્‍કૃતિક મંત્રી મો.૯૪૦૯૫ ૭૭૭૧૪, દિપકભાઈ ભટ્ટ ટ્રસ્‍ટી મો.૯૪૨૯૦ ૯૮૩૩૦ અને  અવિ મકવાણા (વોર્ડનં.૧ યુવા ભાજપ પ્રમુખ મો.૯૭૨૬૯ ૬૬૨૦૩) નજરે પડે છે.

(4:26 pm IST)