Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

બજરંગવાડી રાજીવનગર શેરી નંબર- ૫માં મકાનમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો : ત્રણ મહીલા તથા પાંચ પુરૂષોને પકડી લેવાયા

પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: બજરંગવાડી રાજીવનગર શેરી નં.૫માં જુબેદાબેન ખમીશા ઉર્ફે કાળુભાઇ જુણાચ (ઉ. વ.૬૦) પોતાના ઘરમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતા દરોડો પાડી તેના સહિત 8ને પકડી લેવાયા હતાં.

પોલીસે જુબેદાબેન ઊપરાંત (૨) અલ્કાબેન મનસુખ લુણાગરીયા વાઈફ ઓફ ઇમરાન જાનમામદભાઇ મેણુ ઉં.વ.૩૭ ધંધો.ઘરકામ રહે.સ્લમ કવાટર કવાટર નં.૩૭ ભીસ્તીવાડ રાજકોટ (૩) સવીતાબેન પુનાભાઇ ભલગામડીયા ઉ.વ.૬૦. રહે.જુન માર્કેટીંગ યાર્ડ પુઠાના કારખાનાની બાજુમાં સંત કબીર રોડ ભગીરથ સોસાયટી (૪) સાહીલ ગુલમહમદભાઇ મીરા ઉ.વ.૫૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.બજરંગવાડી શેરી નં.૧૪ (૫) યુસુફ અબ્દુલભાઇ સાંઘ ઉ.વ.૫૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.ભોમેશ્વર વાડી શેરી નં.ર જામનગર રોડ (૬) મહેશભાઇ વરાવાભાઇ સબાડ ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.મવડીપ્લોટ બાપા સીતારામ ચોક ગુરૂકુળ પાછળ શેરી ન.૧ રાજકોટ મુળગામ રોજીયા તા.પડધરી જી.રાજકોટ (૭) અસ્લમ હુશેનભાઇ જુણેજા ઉ.વ.૩૮ ધંધો ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.રાજીવનગર શેરી નં.૫ બજરંગવાડી અને (૮) જગદિશ હસમુખભાઇ નીમાવત જાતે.બાવાજી ઉ.વ.૪૧ ધંધો.મજુરી રહે.કુવાડવા ગામ મસ્જીદ વાળી શેરી રાજકોટને પકડી લઈ રોકડા રૂ.૩૫,૩૩૦ કબ્જે લીધા છે.

 શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા પ્રવિણકુમાર મીણા, ડી.સી.પી.ઝોન-૧ તથા મનોહરસિંહ જાડેજા, ડી.સી.પી.ઝોન-ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પો.ઇન્સ વી કે ગઢવી ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વી.જે.ડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ પી.નીમાવત, ચેતનર્સિહ વી. ચુડાસમાં, હિતેન્દ્રસિંહ પી.ઝાલા, તથા પો.હેડ.કોન્સ. ભરતસિંહ બી.પરમાર તથા પો.કોન્સ. મહેશભાઇ બી.ચાવડા, શકિતસિંહ વી.ગોહીલ, સ્નેહભાઇ જી.ભાદરકા, કુલદિપસિંહ બી.જાડેજા તથા મહીલા પો.કોન્સ. નેહલબેન મકવાણા સહિતે પો.કોન્સ શકિતસિંહ ગોહીલ તથા મહેશભાઇ ચાવડાની બાતમી પરથી દરોડો પાડ્યો હતો.

(10:24 am IST)