Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ત્રણ વાહન ચોરીના ગુન્હામા નાસતા-ફરતા વીજય ઉર્ફે કાયડીને રાજકોટ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે રાવણ ચોકમાંથી પકડ્યો

રાજકોટ: વાહન ચોરીના ગુનામા છેલ્લા સાત મહીનાથી નાસતા ફરતા વીજય ઉર્ફે કાયડી વીનુભાઇ સોલંકી (ઉ.વ-૨૫ ધંધો.મજુરી રહે.ચારબાઇના મંદીરની બાજુમા રૈયાધાર મફતીયા પરા શેરી નં-૭ રાજકોટ હાલ શાહપુર અમદાવાદ)ને કોન્સ યુવજરાજસીંહ રાણા, કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી ચુનારાવાડ રાવણ ચોકમાંથી પકડી થોરાળા પોલીસને સોંપ્યો છે.

આ શખ્સ થોરાળા, પ્ર. નગર અને એ ડિવિઝન પોલીસના ત્રણ વાહન ચોરીના ગુનામાં ફરાર હતો.

અગાઉ પણ તે યુનિવર્સિટી, ભક્તિનગર પોલીસમાં વાહન ચોરીમાં પકડાયો હતો.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા(ઝોન-૧) તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશનર ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ આ કામગીરી પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ.અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ યુવરાજસીંહ રાણા તથા પો.કોન્સ યોગેંદ્રસીંહ ઝાલા તથા પો.કોન્સ જયુભા પરમાર તથા પો.કોન્સ ધીરેનભાઇ ગઢવી તથા મહિલા પો.કોન્સ સોનાબેન મુળીયા તથા મહિલા પો.કોન્સ શાંતુબેન મુળીયા દ્વારા કરવામા આવેલ છે.

(7:17 pm IST)