Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કાળી ચૌદશનો મહિમા

કાળી ચૌદશ, આસો વદ-૧૪, તા. ૧૩ને શુક્રવારના આવે છે. જેને નરક  ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની પૂજાનું મહત્વ ખુબ છે.

કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને રોજિંદા કાર્ય કરીને શરીર પર તેલ લગાવીને સ્નાન કરવાનો મહિમા છે. સાંજે ઘરની આસપાસ દીપકથી અંજવાળુ કરવું. કાળી ચૌદશના દિવસે પોતાના પૂજય પિતૃઓની પૂજા કરવી અને ઘરના વડિલોના આર્શિવાદ લેવા. જે આ ઉપર બતાવેલ વિધી કાળી ચૌદશના દિવસે કરે છે, તેના વર્ષભરના શુભકાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે.

કાળી ચૌદશનો દિવસ વશીકરણના તાવીજ, શ્રીયંત્ર, બગલામુખી, યંત્ર, લક્ષ્મીયંત્ર, લક્ષ્મી કવચ, ભોજપત્ર, ગોમતી ચક્ર, હળદર, રૂદ્રાક્ષ વગેરેન સિધ્ધ કરવા માટે શુભ અને સર્વોત્મ દિવસ છે. કાળી ચૌદશના દિવસે સિધ્ધ કરેલ વસ્તુ એક ડબ્બીમાં રાખીને ઘરમાં કે વ્યવસાયના સ્થાનમાં ઓફિસમાં રાખવાથી પ્રગતિ થાય છે. ઉતમ ફળ મેળવવાને માટે કાળી ચૌદશ ઉતમ દિવસ છે. કાળી ચૌદશથી દિવાળીના દિવસો દરમ્યાન શ્રી યંત્ર જલધારા શાલીગ્રામ-જમણી સૂંઢનો શંખ, નંગની બિંટી, યંત્રની વિંટી, ધંધામાં સ્થાને રાખવાથી વ્યાપાર ધમધોકાર ચાલે છે.

આ બધી વસ્તુઓ સિદ્ધ કરાવવાથી ઘણું ઉતર ફળ મલે છે. કારણ કે કાળી ચૌદશ વર્ષમાં એક જ વાર આવે છે. આ દિવસ તાંત્રિક વસ્તુ સિદ્ધ કરવા માટે મહત્વનો દિવસ છે.

આ દિવસે પોતાના ઇષ્ટદેવને ષોડષોપચાર વિધિથી પૂજા કરવાથી લાભ રહે. આ દિવસે બની શકે તો સુંદરકાંડ, રામાયણના વાંચનથી વર્ષ દરમ્યાન મનમાં શાંતિ રહે. આ દિવસ દરમ્યાન વધુમાં વધુ ધાર્મિક કાર્યો કરવા પોતાના ઇષ્ટદેવની એકી સંખ્યામાં માળા ફેરવવાથી લાભ રહેશે. આ દિવસે મહાકાળી માતાની પૂજાનું બહુ મહત્વ છે.

કાળી ચૌદશની એક પૌરાણિક કથા છે. કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. જે ખુબ જ યાતનાદાયક અસર હતો. તેણે અનેક રાજાઓને જીતીને બંદી બનાવી લીધા હતા. તેના કારાગારમાંથી મુકત થઇને રાજાઓએ પોતાના રાજયોમાં ખુબ જ આનંદ ઉત્સવ મનાવીયો હતો. તેથી આ દિવસનો નરક ચતુર્દશી કહેવામાં આવે છે.

- ફોરમ મહેતા (ગાંધી)

કન્સલ્ટીંગ વાસ્તુશાસ્ત્રી,

ફોન-૦ર૮૧ રર૩૦૩ર૭.

(11:36 am IST)