Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિવાળી પર્વ ઉજવો 'મોટલ ધ વિલેજ'ને સંગ

વિવિધ વાનગીઓનો રસથાળ, કોટેજીસમાં વળતરનો લાભ મેળવો : સરકારી નિયમોનું સંપૂર્ણપણે પાલન

રાજકોટ : ભારત તહેવારોની ભૂમી છે અને તહેવારોમાં હિંદુઓનો સૌથી મોટો તહેવાર એટલે 'દિવાળી' જે દેશ સાથે આખા વિશ્વમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે. બુરાઈ અને અધર્મ ઉપર સચ્ચાઈની જીત એટલે 'દિવાળી'. ભગવાન રામ - સીતાજી જયારે વનવાસ બાદ અયોધ્યા આવ્યા તેની ખુશીમાં દિવાઓ કરી ભવ્ય સ્વાગત કરેલ. ત્યારથી દિવાળીને પ્રકાશના મહોત્સવ - રોશનીના તહેવાર તરીકે ઉજવાય છે.

મોટલ ધ વિલેજ પણ હંમેશાની જ દિવાળીના આ પર્વને ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ, ધામધૂમપૂર્વક ઉજવવા તૈયાર છે. સરકારની ગાઈડલાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રાજકોટવાસીને સ્વસ્થ - સ્વચ્છ - સુંદર દિવાળી મોટલ ધ વિલેજ સાથે ઉજવવા થનગને છે. ત્યારે આ ભવ્ય ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

ભાવતા - મનગમતા ભોજનીયા - વાનગીનો રસથાળ દિવાળીના તહેવારમાં તૈયાર હશે. સર્વે પરિવારજનો, મિત્રો સાથે સ્વાદિષ્ટ - હાઈજેનીક વાનગીઓની મજા માણવા એમટીવી દ્વારા આમંત્રણ અપાયુ છે.

મોટલ ધ વિલેજના અલૌકિક - નૈર્સગીક લીલાછમ વાતાવરણમાં સરકારના નિયમોનું પાલન કરી અવનવી રમતો - મનોરંજનનો લાભ લઈ દિવાળીના તહેવારને ચાર ચાંદ લગાવો.

એમવીટીમાં સ્વીમીંગ પુલ - ઝકુઝી સાથેના કોટેજીસ લેવા અન્ય કોટેજીસના પણ ડીસ્કાઉન્ટ સાથેના પેકેજીસ ઉપલબ્ધ હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે. (ફોન - +૯૧-૨૮૧-૨૭૮૩૩૨૨/૩૩/૧૩)

(12:39 pm IST)