Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દિપોત્સવ ઉજવાશે

કોઠારી પૂ. રાધારમણ સ્વામીની આગેવાનીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૨ :. રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. રાધારમણ સ્વામીની આગેવાનીમાં દિપોત્સવી કાર્યક્રમો કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે.

કોઠારી પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યુ છે કે ભૂપેન્દ્ર રોડ પર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર હરિભકતો માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ ભૂમિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદરજથી પાવન થયેલ છે. જ્યાં યોગીવર્ય સદ્ગુરૂ શ્રી ગોપાલાનંદ સ્વામીના વચનોથી નિસ્કંટક બનેલ બદ્રીવૃક્ષ આજે પણ લોકોના કષ્ટોને હરે છે.

દિપોત્સવીના પાવન દિવસોમાં કોરોના ભયથી મુકત થવા અને જીવનમાં નવા ઉત્સાહને ભરવા અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ - સેનેટાઈઝ સહિતનો અમલ કરાશે.

કોઠારી પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યુ છે. કાલે શુક્રવારે ધનતેરસના સવારે ૫.૦૦ કલાકે મંગળા આરતી, ૫.૩૦ થી ૬.૪૫ કિર્તનોત્સવ, ૬.૪૫ શણગાર આરતી, ૭.૦૦ થી ૭.૪૫ કિર્તનોત્સવ, તા. ૧૪ શનિવારે કાળી ચૌદશ, દિવાળી, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન, ૫.૦૦ મંગળા આરતી, ૫.૩૦ થી ૬.૪૫ કિર્તનોત્સવ, ૬.૪૫ શણગાર આરતી, ૭.૦૦ થી ૭.૪૫ કિર્તનોત્સવ, ૧૧.૦૦ થી ૧૨.૦૦ હનુમાનજી પૂજન, ૫.૦૦ થી ૬.૦૦ ચોપડા પૂજન.

જ્યારે તા. ૧૫ને રવિવાર અન્નકુટ દર્શન, ૪.૩૦ મંગળા આરતી, ૫.૦૦ થી ૬.૧૫ કિર્તન ઉત્સવ, ૬.૧૫ શણગાર આરતી, ૬.૩૦ થી ૭.૧૫ કિર્તન ઉત્સવ, ૧૦ થી ૬.૦૦ અન્નકુટ દર્શન, તા. ૧૬ને સોમવારે નૂતન વર્ષ પ્રારંભ, ભાઈબીજ, ૪.૩૦ મંગળા આરતી, ૫.૦૦ થી ૬.૧૫ કિર્તનોત્સવ, ૬.૧૫ શણગાર આરતી ૬.૩૦ થી ૭.૧૫ કિર્તનોત્સવ યોજાશે.

(2:45 pm IST)