Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આનંદી આટા ચકકીઃ ઘરે દળેલા અનાજથી બનેલું ભોજન પરિવારને સ્વસ્થ- તંદુરસ્ત રાખે છે

એક મહિનામાં ત્રણ હજાર નંગનું ઉત્પાદન થાય તેવી સિસ્ટમ્સ વિકસાવાશે

રાજકોટઃ આજના યુગમાં જો કોઈપણ પરિવારનાં સભ્યો તંદુરસ્ત અને સ્વસ્થ હોય તો એ પરિવાર સહુથી વધુ સુખી છે અને સૌથી વધુ સમૃધ્ધ છે.

ગુજરાતનાં એન્જીનીયરીંગ હબ  ગણાતા રાજકોટનાં યુવા સાહસીક શ્રી ચેતનભાઈ દેસાઈએ આ બીડું થોડા વર્ષો પહેલા ઉઠાવ્યું. પોતાની આગવી સુઝબુઝ, લોકોને શ્રેષ્ઠ આપવાની ભાવના અને ભારતભરમાં પથરાયેલા વિશાળ નેટવર્કમાં ૫૦ થી વધુ ડિસ્ટ્રીબ્યુટર, ૧૦૦૦ થી વધુ  ડિલર અને ૩ લાખથી વધુ સંતુષ્ઠ ગ્રાહકોની મદદ દ્વારા આજે આનંદી આટા ચકકીની ભારતનાં અગ્રણી આટા ચકકી ઉત્પાદનોની હરોળમાં ગણતરી થવા લાગી છે.

હાલનાં રોજનાં ૭પ નંગની ઉત્પાદન ક્ષમતા સાથે કામ કરી રહેલ આનંદી આટા ચકકી પ્રા.લી. ગ્રાહકોની અપાર લાગણી અને માંગને પહોંચી વળવા ટુંક સમયમાં માસીક ૩૦૦૦ નંગ ઉત્પાદન કરી શકાય તેવી શમતા વિકસાવી રહ્યા છે.

હાલ ગુજરાત, મહારાષ્ટ્ર,  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં વિશાળ ગ્રાહકવર્ગ અને સક્ષમ ડિસ્ટ્રીબ્યુટર્સ તથા ડિલર નેટવર્ક સાથે કામ કરી રહેલ કંપની આવનારા નજીકનાં ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજયોમાં પણ પોતાનું નેટવર્ક પાથરવા સજજ બની રહી છે.

ઉત્કૃષ્ઠ ઉત્પાદનોના કારણે  કંપનીને વર્ષ ૨૦૧ ૮માં ''એકસલન્સ ઈન ઈનોવેશન પ્રોડકટ સોલ્યુશન''માં બેસ્ટ કવોલીટી પ્રદાન કરવાનો એવોર્ડ પણ મળેલ છે.

ગ્રાહકોની માંગ પ્રમાણે કંપની હાલ વિવિધતાભર્યા અને અવનવી ડીઝાઈનો તથા કાર્યશ્રમતા સાથે વિશાળ શ્રુંખલા ઉત્પાદિત કરી રહિ છે. જેમાં મુખ્યત્વે ડોમેસ્ટીક ફ્લોર, મીલ, ડોમેસ્ટીક મીની ફલોર મીલ, સ્ટોનલેસ ફલોર મીલ, પોર્ટેબલ ફલોર મીલ અને ડોમેસ્ટીક આટા ચકકી સહિતની ઘણી બધી વેરાઈટીનો સમાવેશ થાય છે.

 આવનારા સમયમાં આનંદી આટા ચકકી ભારતની ઉત્કૃષ્ઠ ઉત્પાદક કંપની બતી જશે તેવી ધારણા સંપૂર્ણ રીતે યોગ્ય કહી શકાય. તેવું તેમના સંતુષ્ઠ ગ્રાહકો અને ડિલરો દ્વારા કહેવાય રહ્યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. વધુ વિગતો માટે સંપર્ક મો.૯૯૭૯૨ ૫૨૨૫૫

ચેતનભાઈ દેસાઈ

મેને.ડાયરેકટર, આનંદી આટાચકકી પ્રા.લી.

(2:47 pm IST)