Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

'ઓ ભાઇ મારી સાઇઝના બુટ બતાવોને?, આ ચપ્પલનો શું ભાવ? : બજારોમાં ગુંજતી બુમો

રાજકોટ : ઘણો સમય ઘરમાં પુરાઇને બેસી રહેલા લોકો જાણે કે મન મુકીને નિકળી પડયા હોય તેમ દિવાળીની રોનક ચારે કોર છવાવા લાગી છે. આ પર્વ જ એવુ છે કે કોઇ ખુશીને રોકી ન શકે. કપડા, રંગરોગાન અને રાચ રચીલી વસ્તુઓની બજાર તો ઠીક બુટ ચપ્પલની બજારમાં પણ એવી જ રોનક ખીલવા લાગી છે. ઘણા સમયથી ઘરાકીની રાહમાં બેઠલા વેપારીઓના ચહેરા પર પણ જાણે કે ખુશી ઉભરાવા લાગી છે કે હાઇશ રહી રહીને પણ ખુશ થવાની ઘડી આવી તો ખરી? માપ સાઇઝના અને અવનવી પેટનના બુટ ચપ્પલ ખરીદવા લોકો મોજથી નિકળી પડયા છે. તસ્વીરમાં રાજકોટની બુટ ચપ્પલની બજારના દ્રશ્યો નિહાળી શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(2:49 pm IST)