Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

યુનિવર્સિટીના બગીચામાં ઝાડમાં લટકી સિકયુરીટીમેન રાજુ ડોંડાનો આપઘાત

નોકરીનો સમય થયો થતાં ન આવતા શોધખોળ દરમ્યાન યુવાન લટકતી હાલતમાં મળ્યો : કારણ અકબંધ

રાજકોટ,તા.૧૨ : યુનિવર્સિટી કેમ્પસમાં ગાર્ડી કોલેજ પાસે બગીચામાં ભરવાડ યુવાને ઝાડમાં લૂંગી બાંધી ગળા ફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતો અને યુનિવર્સિટીમાં   કોન્ટ્રાકટ પર સિકયોરીટીમાં નોકરી કરતો રાજુ ધનાભાઇ ડોંડા (ઉ.વ.૨૫) ગઇકાલે યુનિવર્સિટી કેમ્પસમાં ગાર્ડી કોલેજના બગીચામાં ઝાડમાં લૂંગી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બપોરે તેની નોકરી બાયબ્રેરી પાસે હોઇ તેથી સાથી કર્મચારીઓ તેને શોધતા હતા ત્યારે તે બગીચામાં ઝાડમાં લટકતી હાલતમાં જોવા મળતા સીકયુરીટીનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી ઇએમટી ચીરાગભાઇ પરમાર અને પાઇલોટ અશ્વીનભાઇ ગઢવીએ તપાસ કરતા ભરવાડ યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ અજીતસિંહ ચુડાસમા અને રાઇટર દિપકભાઇએ સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી. મૃતક રાજુ બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં બે માસની એક પુત્રી છે. તે છેલ્લા એક વર્ષથી યુનિવર્સિટી કોમ્પસમાં સીકયુરીટીમાં નોકરી કરતો હતો. ગઇકાલે તેની ગાર્ડી કોલેજ પાસે નોકરી હતી અને બપોરે લાઇબ્રેરી પાસે નોકરી પર આવવાનું કોઇ હોઇ તેથી તે ન આવતા તેના સાથી કર્મચારીઓ તેને શોધતા હતા દરમ્યાન તે બગીચામાં ઝાડમાં લટકતી હાલતમાં નજરે પડ્યો હતો. આ બનાવમાં ભરવાડ યુવાને કયા કારણસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

વિજકરંટ લાગતા પ્રોઢનું મોત

સરધાર નજીક આવેલા રણજીતગઢમાં રહેતા કિરિટસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉવ.૫૫) ગત.તા.૨૭/૧૦ના રોજ તેને વીજ કરંટ લાગતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ પ્રવિણભાઇ જીલેરીયાએ કાર્યવાહી કરી હતી.

ગેસ લીક થતા દાઝી ગયેલા જીવીબેનનું મોત

સરકાર મેઇન રોડ પર સહકાર સોસાયટી શેરીનં. ૮માં રહેતા જીવીબેન ભગવાનભાઇ સીંધવ (ઉવ.૭૦) ગત તા.૬ના રોજ પોતાના ઘરે હતા ત્યારે અચાનક ગેસ લીક થતા આગ લાગતા વૃધ્ધા જીવીબેન દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ નીલેષભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)