Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વિદેશ વસતા જૈન સમાજની અનુકંપા

વિદેશ સ્થાયી થવા છતા જેમનામાં સ્વદેશની અનુકંપા હજુએ જાગૃત છે એવા જૈન સમાજ અને મહેતા પરિવારે રાજકોટની પાંજરાપોળને રૂ. ૧,૩૨,૮૨૫ અર્પણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ. અમેરીકાના પેન્સિલવેનિયામાં વસતા જૈન સમાજે ત્યાં પર્યુષણ પર્વમાં મહાવીર જયંતિની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દરમિયાન રાજકોટના જૈન અગ્રણી ઉપેનભાઇ મોદીના મિત્ર વિરેન્દ્રભાઇ મહેતાએ જીવદયાની અપીલ કરતા પેન્સિલવેનિયા અમેરિકાના ચેરમેન ડો. ઉમાબેન પારેખ અને પ્રમુખ અનિતાબેન શાહના પ્રયાસોથી જૈન સમાજ દ્વારા રૂ. ૮૨,૮૨૫ જેવી રકમ એકત્ર કરેલ. સાથે વિરેન્દ્રભાઇ જે. મહેતાના ૭૦ માં જન્મ દિવસ નિમિતે તેમના ધર્મપત્નિ હીનાબેન મહેતાએ રૂ. ૫૦,૦૦૦ ઉમેરી આપતા કુલ રૂ. ૧,૩૨,૮૨૫ રાજકોટ મહાજન પાંજરાપોળના મેનેજર અરૂણભાઇ દોશીને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જે. પી. ગાંધી, શ્રીમતી સંધ્યાબેન મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)